Owaisi on Rahul Gandhi: 'દેશમાં હિંદુઓનું રાજ લાવવું છે', રાહુલ ગાંધીના નિવેદન પર ઓવૈસી બોલ્યા- તમામ ભારતીયોનું છે ભારત
રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતેહાદુલ મુસ્લિમમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધ્યું છે.
Asaduddin Owaisi on Rahul Gandhi: કૉંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રવિવારે જયપુરમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે આપણે ફરી એક વખત હિંદુઓનુ રાજ લાવવું છે, કારણ કે દેશમાં 2014થી હિંદુત્વવાદીઓનું રાજ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતેહાદુલ મુસ્લિમમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધ્યું છે. તેમણે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તમે લોકો એ જ હિંદુત્વ માટે જમીન તૈયાર કરી છે.
રાહુલ ગાંધીના આ નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરતા લખ્યું, રાહુલ અને કૉંગ્રેસે હિંદુત્વ માટે જમીન તૈયાર કરી છે. હવે તે બહુસંખ્યકવાદનો પાક લણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યુ કે, વર્ષ 2021માં હિન્દુઓને સત્તામાં લાવવાનો ધર્મનિરપેક્ષ એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. વાહ! આ સાથે ઓવૈસીએ કહ્યુ કે, ભારત બધાનું છે. આ દેશ માત્ર હિન્દુઓનો નથી. ઓવૈસીએ કહ્યુ કે, ભારત તમામ ધર્મના લોકોનો છે અને તે લોકોનો પણ છે, જેનો કોઈ ધર્મમાં વિશ્વાસ નથી.
રાજસ્થાનમાં કોગ્રેસે આજે મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ એકવાર ફરી હિંદુ અને હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે બે શબ્દોનો અર્થ એક અર્થ હોઇ શકે નહીં. તમામ શબ્દનો અલગ અર્થ હોય છે. એક હિંદુ, બીજો હિંદુત્વવાદી. હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી-હિંદુ, ગોડસે-હિંદુવાદી.
રાહુલ ગાંધીએ કહ્યું કે- 2 જીવોની એક આત્મા હોઇ શકે નહીં. તેવી જ રીતે બે શબ્દોનો એક અર્થ હોઇ શકે નહીં. તમામ શબ્દનો અલગ અર્થ હોય છે. દેશની રાજનીતિમાં આજે બે શબ્દોનું અંતર છે, આ બે શબ્દોનો અર્થ અલગ છે. એક શબ્દ હિંદુ અને બીજો શબ્દ હિંદુત્વવાદી, આ એક શબ્દ નથી, આ બંન્ને અલગ છે. હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી.
તેમણે કહ્યું કે- હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે ફરક સમજું છું. મહાત્મા ગાંધી હિંદુ અને ગોડસે હિંદુત્વવાદી. કાંઇ પણ થઇ જાય હિંદુ સત્યને શોધે છે, મરી જાય, કપાઇ જાય, હિંદુ સત્યને શોધે છે. તેની આખી જિંદગી સત્યને શોધવામાં જતી રહી છે. મહાત્મા ગાંધીએ આખી જિંદગી સત્યને શોધવામાં કાઢી, અંતમાં હિંદુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી દીધી.