Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં
Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં
સુરતના ગોડાધરા વિસ્તારમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના કેસમાં હવે સ્કૂલની પોલમ પોલ સામે આવી છે. આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીનીએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતો હોવાનો વિદ્યાર્થીના પરિવારજનો આરોપ હતો અને તેની વચ્ચે હવે ડીઓ કચેરીએ તપાસ હાથ ધરી સ્કૂલની પોલમપોલ છતી થઈ છે. ડીઓ કચેરીની તપાસમાંએ સામે આવ્યું કે બંગલામાં શાળા ધમધમતી હતી અને એટલું જ નહીં સ્કૂલના પ્રિન્સિપાલને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે.. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઈમર્જન્સી સીડી પણ નથી. સ્કૂલ પાસે પોતાનું રમત ગમતનું મેદાન નથી.
















