શોધખોળ કરો

8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 

લાંબી રાહ જોયા બાદ આખરે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે.

નવી દિલ્હી:  લાંબી રાહ જોયા બાદ આખરે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે તેની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે.  કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ જાહેરાતથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેમાં દિલ્હીના 4 લાખ સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આઠમા પગાર પંચ હેઠળ નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે.

8મા પગાર પંચની જાહેરાત કરતા પીએમ મોદીએ 'X' પર શું કહ્યું 

વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા તમામ સરકારી કર્મચારીઓના પ્રયાસો પર અમને બધાને ગર્વ છે. 8મા પગાર પંચ અંગેના કેબિનેટના નિર્ણયથી જીવનની ગુણવત્તામાં સુધારો થશે અને ઉપભોગમાં વધારો થશે.

સરકાર આઠમા પગાર પંચ માટે બે સભ્યો અને એક અધ્યક્ષની નિમણૂક કરશે. સાતમા પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે.

કેન્દ્રીય કર્મચારીઓએ કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો

આ દરમિયાન, કેન્દ્રીય બજેટ પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ કેબિનેટ સચિવને પત્ર લખીને નવી માંગણીઓ રજૂ કરી હતી. પત્રમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવે મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહત એટલે કે 'DA/DR'ની ગણતરી માટે કેલ્ક્યુલેટર બદલવાની માંગ કરી છે.

કર્મચારી નેતાએ કહ્યું, ડીએ રેટ નક્કી કરવા માટે, 12 મહિનાની સરેરાશને ત્રણ મહિનાની સરેરાશથી બદલવી જોઈએ. એટલું જ નહીં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગ 'કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘ દ્વારા 17 જાન્યુઆરીએ કેબિનેટ સચિવને આ પત્ર મોકલવામાં આવ્યો છે. તે જણાવે છે કે બેંકિંગ કર્મચારીઓના ડીએમાં દર ત્રિમાસિક એટલે કે ફેબ્રુઆરી-એપ્રિલ, મે-જુલાઈ, ઓગસ્ટ-ઓક્ટોબર અને નવેમ્બર-જાન્યુઆરીમાં સુધારો કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોઈન્ટ-ટુ-પોઈન્ટ ડીએ આપવો જોઈએ. બેંકો અને એલઆઈસીના કર્મચારીઓને પોઈન્ટ-ટુ-પોઈન્ટ ડીએ મળે છે. આવી અનેક માંગણીઓ કરવામાં આવી છે.

ટીમલીઝ ડિજિટલના CEO નીતિ શર્માએ જણાવ્યું હતું કે, “8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.6 અને 2.85 ની વચ્ચે અંદાજવામાં આવ્યું છે. તેનાથી પગારમાં લગભગ 30 ટકાનો વધારો થઈ શકે છે. પેન્શનમાં પણ આ જ પ્રમાણમાં વધારો થશે.

શર્માએ જણાવ્યું હતું કે 'આવા સુધારા મોંઘવારી, જીવનનિર્વાહની વધતી કિંમત અને જાહેર અને ખાનગી ક્ષેત્રના મહેનતાણા વચ્ચેના વધતા જતા અંતરનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે.'

પગાર કેટલો વધી શકે ?

સાતમું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે ન્યૂનતમ રૂ. 18,000 છે. હાલમાં આના પર મોંઘવારી ભથ્થું 53 ટકા છે. આઠમા પગાર પંચ માટે જાન્યુઆરી 2026 સુધીમાં આ વધીને 59 ટકા થઈ જશે. એટલે કે લઘુત્તમ પગાર રૂ. 28,620 થઈ જશે.

હવે સાતમા પગાર પંચની જેમ આઠમા પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે તો લઘુત્તમ વેતન વધીને 46,620 રૂપિયા થઈ જશે. આ રીતે, આઠમા પગાર પંચ પછી, લઘુત્તમ પગાર લગભગ 38 ટકા વધીને 46,620 રૂપિયા થઈ જશે. 

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget