શોધખોળ કરો
Advertisement
અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલની કોપી ફાડી
અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું, 'મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રીકામાં નાગરિકતા કાર્ડને ફાડ્યુ હતું અને હું આજે આ બિલને ફાડુ છું.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ આજે લોકસભમાં આજે ગૃહમંત્રી અમિત શાહે રજુ કર્યું હતું. ત્યારબાદ સદનમાં બિલ પર ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચામાં ભાગ લેતા એઆઈએમઆઈના અધ્યક્ષ અસદ્દુદીન ઓવૈસીએ બિલ પર પાર્ટીનો પક્ષ રાખ્યો અને બોલવા દરમિયાન બિલની કોપી ફાડી નાખી હતી.
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ સરકાર મુસલમાનોના રાષ્ટ્રવિહીન બનાવનું કાવતરૂ કરી રહી છે. તેમણે એ પણ દાવો કર્યો કે આ બિલ ફરી એક વાર દેશના ભાગલા પાડવાનો રસ્તો તૈયાર કરશે. તેમણે બિલનો વિરોધ કરતા કહ્યું આ સંવિધાનની વિરૂદ્ધ છે. અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું, 'મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રીકામાં નાગરિકતા કાર્ડને ફાડ્યુ હતું અને હું આજે આ બિલને ફાડુ છું. ત્યાર બાદ તેમણે બિલની કોપી ફાડી હતી.' અસદ્દુદીન ઓવૈસીએ બિલના વિરોધમાં કહ્યું કે તેનાથી દેશને ખતરો છે. તેમણે કહ્યું બિલમાં ધર્મના આધાર પર લોકોના ભાગલા પાડવામાં આવ્યા છે. ઓવૈસીએ આટલેથી ન રોકાયા અને કહ્યું દેશના બીજી વખત ભાગલા પાડવા માટે બિલ લાવવામાં આવ્યું છે.Asaduddin Owaisi, AIMIM on #CitizenshipAmendmentBill2019 in Lok Sabha: Ye aur ek partition hone ja raha hai...This bill is against the Constitution of India and disrespect to our freedom fighters. I tear the bill, it is trying to divide our country. https://t.co/aQ2LFl5jG8
— ANI (@ANI) December 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement