(Source: ECI/ABP News/ABP Majha)
Asaram Successor: કોણ છે એ મહિલા જે સંભાળે છે આસારામનું રૂ 10 હજાર કરોડનું સામ્રાન્ય?
એક સમય હતો જ્યારે આસારામના આશ્રમમાં હંમેશા ભીડ રહેતી હતી. લગભગ 4 દાયકામાં આસારામે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કરી લીધુ હતું.
Asaram Bapu Successor Name: 81 વર્ષીય આસારામને તાજેતરમાં જ સુરતની એક મહિલા પર બળાત્કારના કેસમાં ગુજરાતના ગાંધીનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આશારામ અન્ય એક કેસમાં પહેલાથી જ જોધપુર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. જોધપુર કોર્ટે એપ્રિલ 2018માં આસારામને આજીવન કેદની સજા પણ સંભળાવી છે. ત્યારથી આસારામ જોધપુર જેલમાં બંધ છે. જ્યારે લંપટ આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પરંતુ તેમની સંપત્તિનું શું? તેને કોણ સંભાળી રહ્યું છે?
એક સમય હતો જ્યારે આસારામના આશ્રમમાં હંમેશા ભીડ રહેતી હતી. લગભગ 4 દાયકામાં આસારામે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કરી લીધુ હતું. આસારામ જેલમાં બંધ થયા ત્યારથી તેમના એક વારસદાર દેશ-વિદેશમાં તેમના આશ્રમોની દેખભાળ કરી રહ્યા છે, ચાલો જાણીએ તેના વિશે.
કોણ છે આસારામના વારસદાર?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસારામના વારસદાર બીજુ કોઈ નહીં પરંતુ તેમની પુત્રી છે. આસારામની પુત્રીનું નામ ભારતી દેવી છે. લોકો ભારતી દેવીને 'શ્રીજી' અને 'ભારતીશ્રી' કહે છે. જાહેર છે કે, 'સંત શ્રી આસારામ ટ્રસ્ટ'ની રચના ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ગુજરાતના અમદાવાદમાં છે. ભારતી દેવી ભારત અને વિદેશમાં આસારામના ટ્રસ્ટના તમામ આશ્રમોનું સંચાલન કરે છે. જોકે, તે તેના પિતા અને ભાઈની જેમ લાઈમલાઈટથી દૂર રહે છે. આસારામના અનુયાયીઓ વચ્ચે ભારતી દેવી સ્વચ્છ છબી ધરાવે છે.
ભારતી દેવી ક્યારે લાઇમલાઇટમાં આવ્યા?
નોંધપાત્ર વાત એ છે કે, આસારામનું નામ વર્ષ 2004માં આધ્યાત્મિકતાની દુનિયામાં ટોચ પર હતું. આસારામના પુત્ર નારાયણ સાંઈ ભારતમાં આયોજિત આધ્યાત્મિક ચળવળના કેન્દ્રમાં રહેતા હતા. તે જ વર્ષે આસારામની પુત્રી ભારતી દેવીએ તેમના આધ્યાત્મિક અંચમાં પ્રવેશ કર્યો. તેણી તેના પિતા આસારામ સાથે સત્સંગમાં પણ દેખાવા લાગી હતી. આસારામના અનુયાયીઓ વચ્ચે પણ તેમનો પ્રભાવ વધી રહ્યો હતો.
ભારતી દેવી લાઈમલાઈટથી રહે છે દૂર
જાહેર છે કે, બહારની દુનિયામાં ભારતી દેવીની ચર્ચા ઓછી થાય છે કારણ કે આસારામ અને નારાયણ સાંઈના નામ ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે જેલમાં હોવા છતાં આસારામના દેશ અને દુનિયામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે.
ઉલ્લેખનીય કે ભારતી દેવીનો જન્મ 15 ડિસેમ્બર 1975ના રોજ થયો હતો. તેમણે નાની ઉંમરમાં જ દીક્ષા લીધી હતી. દાવો કરવામાં આવે છે કે, ભારતી દેવીએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તે લાંબા સમયથી આસારામના આશ્રમને સંભાળી રહી છે.