મરાઠવાડામાં ફિલ્મ નિર્માણ માટે પસંદગીનું સ્થળ બનવાની ક્ષમતા: આશુતોષ ગોવારીકર
દુનિયાભરમાં ચર્ચિત અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 9મો વાર્ષિક ઉત્સવ રવિવારે આઇનોક્સ, પ્રોઝોન મોલમાં ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થયો.

દુનિયાભરમાં ચર્ચિત અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 9મો વાર્ષિક ઉત્સવ રવિવારે આઇનોક્સ, પ્રોઝોન મોલમાં ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થયો. આ પ્રસંગે દર્શકો સાથે વાચતીત કરતા જાણીતા ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકરે મરાઠવાડાની રાષ્ટ્રીય સ્તર પર પસંદગીનું ફિલ્મ નિર્માણ હબ બનવાની ક્ષમતા વિશે વાત કરી હતી.
ગોવારીકરે છેલ્લા કેટલાક વર્ષોમાં મહોત્સવની પ્રગતિની સરાહના કરી અને મહોત્સવની અંદર 'મરાઠવાડા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન' જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ક્ષેત્ર સાથેના તેમના લગાવવને દર્શાવતા તેમણે એક દાયકા પહેલા અજંતા અને ઈલોરાની ગુફાઓની તેમની મુલાકાતો અને પાનીપત ફિલ્મ માટે તેમની મુલાકાત દરમિયાન તાજેતરની મુલાકાતોનો ઉલ્લેખ કર્યો. ગોવારીકરે જણાવ્યું હતું કે મહોત્સવનો વિકાસ ક્ષેત્રની સાંસ્કૃતિક ઉન્નતિનું પ્રમાણ છે.
સમાપન સમારોહમાં વિશેષ પોલીસ મહાનિરીક્ષક જ્ઞાનેશ્વર ચવ્હાણ, છત્રપતિ સંભાજી નગર મ્યુનિસિપલ કમિશનર જી. શ્રીકાંત, ભારતીય સ્પર્ધા જ્યુરીના અધ્યક્ષ ધૃતિમાન ચેટર્જી, ફ્રીપેસી ઈન્ડિયા જ્યુરીના અધ્યક્ષ એન મનુ ચક્રવર્તી અને સભ્યો શ્રીદેવી પી. અરવિંદ અને સભ્યો સહિત અન્ય અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી.
આયોજક સમિતિના અધ્યક્ષ નંદકિશોર કાગલીવાલે ઉત્સવના 10મા વર્ષ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો અને મોટા ફોર્મેટમાં ભવ્ય ઉજવણીની અપેક્ષા વ્યક્ત કરી હતી. ફેસ્ટિવલ ડાયરેક્ટર અશોક રાણેએ ફેસ્ટિવલની સફળતાનો શ્રેય સમર્પિત આયોજક સમિતિને આપ્યો હતો. જેણે મરાઠવાડાની ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય સિનેમા વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓ ફિલ્મ સમિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ વર્ષે એક 'યંગ ક્રિટિક લેબ'ની રચના કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
