શોધખોળ કરો
Advertisement
સૌથી મોંઘા ચાલાનનો નેશનલ રેકોર્ડ, દિલ્હીમાં ટ્રકને આપ્યો 1.41 લાખનો મેમો
દિલ્લીની રોહિણી કૉર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ નવા મોટર વ્હીકલ એકટ લાગૂ થતા જ દંડની રકમ ચર્ચાનો વિષય બની છે. કડક કાયદાને કારણે ટ્રાફિક ઉલ્લંઘન પર ભારે દંડ ભરવો પડી શકે છે. કોઈનો 10,000 તો કોઈનો 25 હજારથી વધુનો મેમો ફાટી રહ્યો છે. હવે સામે આવ્યો છે.1.41 લાખ રૂપિયાનો મેમો.
દિલ્લીની રોહિણી કૉર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે. રાજસ્થાનનાં ટ્રક માલિકે દિલ્લી રોહિણી કૉર્ટમાં ચલણની સંપૂર્ણ રકમની ચુકવણી કરી દીધી છે. ટ્રક માલિક રાજસ્થાનનાં બિકાનેરનો રહેવાસી છે, જેને દિલ્લીમાં 5 સપ્ટેમ્બરનાં ઑવરલોડિંગ હોવાના કારણે 70 હજાર રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકનું કહેવું છે કે 9 સપ્ટેમ્બરનાં તેણે મેમાની રકમ રોહિણી કૉર્ટમાં ચુકવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એક ટ્ર્ક માલિકનો 1.16 લાખ રૂપિયાનો મેમો ફટકારાયો હતો. માલિકે દંડ ફરવા માટે આપેલા પૈસા ડ્રાઈવર લઈને ફરાર થઈ ગયો. પોલીસે યૂપીના ફિરોઝપુરથી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી. જણાવી દઇએ કે ગત એક સપ્ટેમ્બરથી દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ એક અજીબ મામલો સામે આવ્યો હતો. અત્યાર સુધી એવા સમાચાર આવી રહ્યા હતા કે કોઈને 15 હજારનો મેમો તો કોઇને 25 હજાર તો કોઇને 60 હજાર રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે, પરંતુ દિલ્લીની રોહિણી કૉર્ટમાં સોમવારનાં 1 લાખ 41 બજાર 700 રૂપિયાનો મેમો જમા કરાવવામાં આવતા સૌ કોઇ ચોંકી ગયા છે.Delhi: A truck owner from Rajasthan paid challan amount of Rs 1,41,700 at Rohini court on September 9 for overloading the truck on September 5. pic.twitter.com/2P4G9JqDgR
— ANI (@ANI) September 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement