શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: ચૂંટણી રેલી પૂર્ણ કર્યાં બાદ સ્ટેજ પર જ કયા નેતા જોરદાર ડાન્સ કરવા લાગ્યા? નામ જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ ઓવૈસીએ હાથમાં ફૂલોની માળા લઈને મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે મ્યુઝિકની સાથે જોશમાં જોવા મળ્યાં હતાં
મુંબઈ: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યાં બાદ મસ્તીના મૂડમાં જોવા મળ્યાં હતાં. ગુરૂવારે ઓરંગાબાદમાં ઓવૈસીએ પઠાન ગેટ રેલી બાદ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ મંચની સીડી પરથી ઉતરતા હાથમાં ફૂલોનો ગજરો લઈને ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.
મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ ઓવૈસીએ હાથમાં ફૂલોની માળા લઈને મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે મ્યુઝિકની સાથે જોશમાં જોવા મળ્યાં હતાં અને જોરદાર ડાન્સ કરવા લાગ્યા હતાં.
અસદુદ્દીન ઓવૈસી મોટાભાગે પોતાના આકરાં નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ રીતે જોશમાં ફૂલ ફેંકતા ઓવૈસીના ડાન્સનો વીડિયો પહેલી વખત સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં ઓવૈસીનો વીડિયો વાયરલ થયો છે.Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi performs a dance step after the end of his rally at Paithan Gate in Aurangabad. (17.10.2019) pic.twitter.com/AldOABp2yd
— ANI (@ANI) October 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement