શોધખોળ કરો

આ વખતે પ્રજાસત્તાક દિવસના મહેમાનોમાં ઓટો ડ્રાઈવર, હેલ્થ વર્કર્સને પણ આમંત્રણ આપવામાં આવશે

રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ આવશે.

ભારત 26 જાન્યુઆરી 2022 ના રોજ તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. દેશમાં દર વર્ષે આ દિવસે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાય છે. પરંતુ આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ અલગ જ બનવાની છે. આ વખતે એવા લોકો પણ ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત હશે જેમને સામાન્ય રીતે તક મળતી નથી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઓટો રિક્ષા ચાલકો, સફાઈ કામદારો, આરોગ્ય કર્મચારીઓ, મજૂરો વગેરેને પરેડમાં આમંત્રણ આપવામાં આવશે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાવાયરસના ઓમિક્રોન પ્રકારનો ઝડપી ફેલાવો થયો છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ આવશે. ગયા વર્ષની પરેડમાં લગભગ 25,000 લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીની સુરક્ષાને લઈને આદેશ જારી કરીને ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયંત્રણો 20 જાન્યુઆરીથી લાગુ થશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી-2022 નિમિત્તે દિલ્હી એનસીઆરના અધિકારક્ષેત્રમાં પેરા લિડર, યુએવી, યુએએસ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, રિમોટલી ઓપરેટેડ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, સ્મોલ સાઈઝ ઓપરેટેડ એરક્રાફ્ટ, ક્વાડકોપ્ટર અથવા એરક્રાફ્ટ પેરા જમ્પિંગ બંધ કરવામાં આવ્યું છે. આમ કરવાથી ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદનHMPV Virus Cases: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 માસનું બાળક સંક્રમિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget