શોધખોળ કરો

Ayodhya : 'મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાંયેગે' કહેનારાઓને એકનાથ શિંદેએ ઝીંક્યો તમાચો

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા.

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ શિંદેએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના નિર્માણ પર શંકા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સીએમ એકનાથ શિંદે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.

મંદિર ત્યાં જ બનશે પણ...

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વિચારતો હતો કે રામ મંદિર કેવી રીતે બનશે? પહેલા કેટલાક લોકો કહેતા હતા કે, મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌકોઈને ખોટા પાડ્યા  અને રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.

મોદીએ તારીખ પણ આપી દીધી

તેમણે કહ્યું હતું કે, મંદિર પણ બની રહ્યું છે અને મોદીએ તારીખ પણ જણાવી દીધી છે. એટલું જ નહીં જે લોકો પૂછતા હતા તેમને ઘરનો રસ્તો પણ બતાવી દીધો છે. હું તમારા બધાનો આભાર માનીશ કે, રામ મંદિરનું સપનું સાકાર થયું છે. તમારી નજર સામે જ તે પૂર્ણ થતું જણાય છે. આ માટે હું વડાપ્રધાન મોદી અને આ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું.

અયોધ્યા જતા પહેલા શિંદેએ લખનૌમાં પત્રકારોને કહ્યું હતું કે, હું ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. અમને ભગવાન રામના આશીર્વાદ છે, તેથી ધનુષ અને તીર (શિવસેનાનું ચૂંટણી પ્રતીક) અમારી સાથે છે.

અયોધ્યાની યાત્રા આનંદદાયક

મુખ્યમંત્રી શિંદેએ લખનૌમાં કહ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ આનંદદાયક છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમને હિંદુત્વથી એલર્જી હતી, તે હજુ પણ થઈ રહ્યું છે. આઝાદી પછી પણ ઘણા લોકો જાણીજોઈને હિંદુત્વનું અપમાન કરી રહ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, જો હિન્દુત્વ ઘરે ઘરે પહોંચી જશે તો તેમની રાજકીય જ દુકાન બંધ થઈ જશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે, ગુંડાઓ બુલડોઝર બાબાથી ડરે છે. યુપીમાં વિકાસ થઈ રહ્યો છે. પહેલાના ઉત્તર પ્રદેશ અને આજના યુપીમાં ઘણો તફાવત છે. શિંદેએ વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રહેનારા ઉત્તર ભારતીયો મહારાષ્ટ્રીયન છે અને શિવસેના અને ભાજપની વિચારધારા એક જ છે. 2024માં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપને બહુમતી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Embed widget