Ayodhyaમાં બની રહેલ રામ મંદિર ક્યાં સુધીમાં થઇ જશે તૈયાર? કેટલો થશે ખર્ચ? ટ્રસ્ટે આપી જાણકારી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી
Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટે અહીં લાંબી બેઠક બાદ ટ્રસ્ટના નિયમોને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.
UP | Meeting of Shri Ram Janamabhoomi trust was held. We discussed construction expenses of Ram temple & it was estimated to be Rs 1800 crores which could be changed later. Spots of other deities were decided too: Champat Rai, General Secy, Ram Janmabhoomi Teerth Kshetra Trust pic.twitter.com/6E4JPDZ5bC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 11, 2022
તેમણે કહ્યું કે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે લગાવવામાં આવેલા ટ્રસ્ટના અંદાજ મુજબ રામ મંદિરના નિર્માણ પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાંધકામ ખર્ચ અંગે રાયે જણાવ્યું હતું કે, “કેટલાક સુધારા પછી અમે આ અંદાજ પર પહોંચ્યા છીએ. તે વધી પણ શકે છે."
બેઠકમાં નિયમો અને કાયદાઓ અને પેટા કાયદાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો
રાયે એમ પણ જણાવ્યું હતું કે લાંબા ગાળાની વિચારણા અને રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા તમામ લોકોના તમામ સૂચનો બાદ બેઠકમાં ટ્રસ્ટ સંબંધિત નિયમો અને કાયદાઓ અને પેટા-કાયદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠકમાં ટ્રસ્ટના 15માંથી 14 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, ગોવિંદ દેવ ગિરી, ખજાનચી ગોવિંદ દેવ ગિરી, ઉડુપી પીઠાધીશ્વર વિશ્વ તીર્થ પ્રસન્નાચાર્યનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટે ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.
ભવ્ય રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં થવાનો અંદાજ છે
નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને તે ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવાની શક્યતા છે.