Babri Masjid Demolition Case Verdict Live Updates: આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ
આ આરોપીઓમાંથી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બાકી બચેલા 32 મુખ્ય આરોપીઓ પર આજે નિર્ણય આવશે.
LIVE

Background
નવી દિલ્હીઃ અયોધ્યાના બાબરી વિધ્વંસ મામલામાં CBIની સ્પેશલ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલદાસ, ચંપત રાય અને સાધ્વી ઋતુંભરા સહિતના કુલ 49 લોકો પર આરોપ છે.
જો કે આ આરોપીઓમાંથી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બાકી બચેલા 32 મુખ્ય આરોપીઓ પર આજે નિર્ણય આવશે. CBI કોર્ટ નક્કી કરશે કે 6 ડિસેંબર 1992એ અયોધ્યામાં વિવાદિત માળખુ ષડયંત્રપૂર્વક ધ્વસ્ત કર્યું હતું કે કારસેવકોએ ગુસ્સામાં તોડ્યું હતું.
કોર્ટે દરેક આરોપીઓને નિર્ણયના દિવસે વ્યક્તિગત રીતે રજૂ થવાનું કહ્યું છે. જોકે કોરોનાના કારણે ઉંમરલાયક અને બીમાર આરોપીઓને વ્યક્તિગત રજૂ થવાથી છૂટ મળવાની સંભાવના છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી 351 સાક્ષીઓ અને અંદાજે 600 દસ્તાવેજ રજૂ કરાઈ ચૂક્યા છે.


ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
