શોધખોળ કરો
Advertisement
બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 170 આતંકીઓના મોત થયા હોવાનો ઈટાલીના પત્રકારે દાવો કરી શું કહ્યું, જાણો વિગત
પત્રકારે રિપોર્ટમાં દાવો પણ કર્યો કે, એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 130થી 170 આતંકીઓના મોત થયા હતા. કેટલાક લોકોના સારવાર દરમિયાન મોત પણ થયા હતા. જૈશના કેમ્પમાં મરનારા લોકોમાં 11 ટ્રેનર, બોંબ બનાવનારા અને હથિયાર ચલાવતા આતંકીઓ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ભલે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના દાવાને નકારી રહ્યું હોય, પરંતુ ઇટાલીના પત્રકાર ફ્રાંસિસા મરીનોએ તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ નાશ પામ્યા હતા. આતંકીઓ ઉપરાંત પાકિસ્તાન સેનાના જવાનો તેમાં માર્યા ગયા હતા.
પત્રકાર ફ્રાંસિસા મરીનોએ તેના રિપોર્ટમાં લખ્યું કે, બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક અને ત્યાં થયેલી તબાહી અંગે જાણવા અનેક માહિતી એકત્ર કરી. જેમાં સામે આવ્યું કે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં અનેક આતંકીના મોત થયા હતા અને ઘણા ઘાયલ પણ થયા હતા. તેણે રિપોર્ટમાં દાવો પણ કર્યો કે, એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 130થી 170 આતંકીઓના મોત થયા હતા. કેટલાક લોકોના સારવાર દરમિયાન મોત પણ થયા હતા. જૈશના કેમ્પમાં મરનારા લોકોમાં 11 ટ્રેનર, બોંબ બનાવનારા અને હથિયાર ચલાવતા આતંકીઓ પણ સામેલ છે.
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ રાતે આશરે 3.30 કલાકે એર સ્ટ્રાઇક કરી હતી. જે બાદ બાલાકોટ પાસે પાકિસ્તાની સેનાના શિંકીઅરી કેમ્પથી સવારે 6 વાગ્યા આસપાસ કેટલાક પાકિસ્તાની જવાનો પહોંચ્યા હતા. પાકિસ્તાની સેનાના જવાનોએ તત્કાલ રાહત કાર્ય શરૂ કર્યું અને ગાયલોનો હરકત-ઉલ-મુઝાહિદ્દીન કેમ્પ લઇ ગયા. જ્યાં પાકિસ્તાની આર્મીના ડોક્ટર્સે તેમની સારવાર કરી હોવાનું ફાંસિસા મરીનાએ રિપોર્ટમાં જણાવ્યું છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, હરકત-ઉલ-મુઝાહિદ્દીનમાં 45 લોકોની સારવાર હજુ પણ ચાલુ છે અને 20 લોકોના સારવાર દરમિયાન મોત થઇ ચુક્યા છે. કેટલાક લોકો ઠીક થઇ ગયા છે અને પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લઇ લીધા છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા લોકોની ખબર મીડિયામાં ન આવે તે માટે પાકિસ્તાની સેનાના જવાનો અને જૈશના સભ્યો મૃતકોના ઘરે ગયા હતા અને તેમના પરિવારજનોને મોં બંધ રાખવા રૂપિયા પણ આપ્યા હતા.
રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત
ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર
દિગ્વિજયસિંહની રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા, જાણો પછી શું થયું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement