શોધખોળ કરો
Advertisement
બલૂચ નેતાએ માંગી PM મોદી પાસે મદદ, કહ્યું- અમને બાંગ્લાદેશની જેમ કરો આઝાદ
નવી દિલ્લી: બલૂચિસ્તાનમાં કથળતી પરિસ્થિતિના કારણે ત્યાંના લોકો ભારતને અપીલ કરી રહ્યા છે. બલૂચ રિપબ્લિકન પાર્ટી (BRP)ના નેતા બરહમદાગ બુગતીએ ભારત અને વડાપ્રધાન મોદીને બલૂચના મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. બરહમદાગ બુગતીએ રવિવારે (14 ઓગસ્ટ) એક ન્યૂઝ ચેનલની વાતચીત દરમિયાન કહ્યું કે, તે ઈચ્છે છે કે ભારત પાકિસ્તાનથી તેમને અલગ કરવામાં મદદ કરે. તેમને બાંગ્લાદેશને અલગ થવાનું ઉદાહરણ આપતા કહ્યું કે જેવો રોલ ભારતે બાંગ્લાદેશના વિભાજન વખતે નિભાવ્યું હતું. હવે તેવું વિભાજન અમે ઈચ્છીએ છીએ. બરહમદાગ બુગતી કહ્યું, તે (પાકિસ્તાની) અમને આતંકવાદી કહે છે. તેઓ કહે છે કે અમને ભારત પાસેથી સપોર્ટ મળી રહ્યો છે. તે લોકો હંમેશાં અમારા લોકો પર નજર રાખી રહ્યા છે. જો તમે લોકો લીબિયા અને સીરિયામાં હસ્તક્ષેપ કરી શકો છો તો પાકિસ્તાનમાં કેમ નહીં. લોકો સમજી શકતા નથી કે અહીંનો માહોલ કેટલો ખરાબ છે. લોકોને પોતાનું ઘર છોડીને જવું પડી રહ્યું છે.
બરહમદાગ જે જાણીતા બલૂચ નેતા દિવંગત અકબર ખાન બુગતીના પૌત્ર છે. તેમને આગળ કહ્યું, ‘બલૂચના લોકો હંમેશાં પાકિસ્તાનથી પોતાની જાતને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાન આર્મીના લોકો અમારા ગામો ઉપર બોમ્બથી હુમલા કરી રહ્યા છે. તે અમને આતંકી બતાવતા કહે છે કે અમને લોકોને ભારત અને નાટો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. અહીં પાકિસ્તાન આર્મીનો આતંક 5 વર્ષથી વધી રહ્યો છે. આ આતંક મુર્શરફના સમયથી શરૂ થયો હતો અને અત્યાર સુધી ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement