Saif Ali Khan Attack News: સૈફ અલી ખાન પર હુમલો કરવાનું બાંગ્લાદેશ કનેકશન? જાણો ડિટેલ
Saif Ali Khan Attack News: આરોપી પાસેથી એવો કોઈ દસ્તાવેજ મળ્યો નથી, જેનાથી તે ક્યાંનો છે તેની ખરાઈ કરી શકે. પોલીસને શંકા છે કે તે ગેરકાયદેશર બાંગ્લાદેશી હોઈ શકે છે.

Saif Ali Khan Attack News: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તે લેબર કેમ્પમાં દરોડામાં પકડાયો હતો. પૂછપરછ દરમિયાન આરોપી પોતાની સાચી ઓળખ જાહેર કરી રહ્યો નથી. તે પોતાના અલગ અલગ નામ જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે.
તે વારંવાર નામ બદલીને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
આરોપી સતત પોતાનું નામ બદલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા તેણે પોલીસને કહ્યું હતું કે તેનું નામ મોહમ્મદ સજ્જાદ છે. આરોપી પાસેથી ન તો કોઈ આધાર કાર્ડ કે ન તો કોઈ દસ્તાવેજ મળી આવ્યો છે જેનાથી તેનું નામ કે સરનામું ચકાસી શકાય. અગાઉ આરોપીઓએ વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ સહિત અનેક નામ દર્શાવીને પોલીસને ગુમરાહ કરી રહ્યો છે.
કેવી રીતે પકડાયો આરોપી?
ગુનો કર્યા બાદ આરોપીએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તેણે પોતાનો ફોન સ્વીચ ઓન કર્યો અને કોલ કર્યો. વાતચીત પૂરી થયા બાદ તેણે ફરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે પણ તે બજારમાં અથવા રસ્તામાં સીસીટીવી ફૂટેજ જોતો ત્યારે આરોપી પોતાનો ચહેરો છુપાવતો હતો, પરંતુ પોલીસે તેનો ફોન ટ્રેસ કર્યો હતો. જ્યાં પણ આરોપીની હાજરી જણાઈ ત્યાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટા એકત્ર કરવામાં આવ્યો.
આરોપી અગાઉ મુંબઈમાં પબમાં કામ કરતો હતો. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, તે પશ્ચિમ બંગાળના નાદિયાનો રહેવાસી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસે આરોપીની મહારાષ્ટ્રના થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે તે સૈફના ઘરે ચોરી કરવા ગયો હતો.





















