શોધખોળ કરો

'મૈ જી ભર જિયા, મૈ મન સે મરૂ': ભારત રત્ન’ અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નહોતો થઈ રહ્યો. પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. એઇમ્સ દ્વારા આજે સવારે વાજપેયીનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ વાજયેપીની તબિયત જોવા આવ્યા હતા.  બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોંચીને વાજપેયીની હાલત જાણીતી હતી. મોદી આશરે 50 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. 25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણ દેવી હતું. વાજપેયી તેમના માતા-પિતાનું સાતમું સંતાન હતા. તેમને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો હતી.અટલજીના મોટા ભાઈઓના નામ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા. ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત ભાજપના અનેક નેતાઓ પણ દિલ્હીમાં વાજપેયીના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરની એક ટીમ સતત વાજપેયીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. અટલજી જ્યારે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. કોલેજમં પણ તેમણે વાદ-વિવાદ સ્પર્ધામાં પ્રથમ ઈનામ જીત્યું હતું. ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ (હાલની લક્ષ્મીબાઈ કોલેજ)માંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સ્નાતકમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિસ્ટિંકશન મેળવ્યું હતું. કવિ, પત્રકાર, રાજનેતાઃ દરેક રોલમાં વાજપેયીએ જમાવી ધાક અટલ બિહારી વાજપેયી 1951થી ભારતીય રાજનીતિનો હિસ્સો બન્યા હતા. તેઓ 1955માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા. જે બાદ 1957માં સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભા સાંસદ રહ્યા. ઉપરાંત 1962 અને 1986માં રાજ્યસા સાંસદ પણ રહ્યા. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા. આ ઉપરાંત તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આમ ચાર અલગ અલગ રાજ્યોમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હોય તેવા એક માત્ર સભ્ય છે. અટલ બિહારી વાજપેયી માસિક મેગેઝિન ‘રાષ્ટ્રધર્મ’ અને ‘પાંચજન્ય’ ઉપરાંત સમાચાર પત્રો ‘સ્વદેશ’ અને ‘વીર અર્જુન’ના સંપાદક રહ્યા છે.  વર્ષ 1999ની વાજપેયીની પાકિસ્તાન યાત્રાની તેમની પાર્ટીના જ કેટલાક નેતાઓએ આલોચના કરી હતી. તેઓ બસમાં સવાર થઈને લાહોર પહોંચ્યા હતા. વાજપેયીની આ રાજકીય સફળતાને ભારત-પાક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવતી હતી પરંતુ આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગુપચુપ અભિયાન અંતર્ગત સૈનિકોને કારગિલમાં ઘૂસણખોરી કરાવી અને તે બાદ થયેલા યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી. આ હોટ એક્ટ્રેસના ફેન હતા અટલ બિહારી વાજપેયી, એક જ ફિલ્મ 25 વખત જોઈ ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા હતા અને 2009થી તેઓ વ્હીલચેર પર હતા. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા હતા. વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3 લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3 લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Embed widget