શોધખોળ કરો
Advertisement
કોલેજની નવી વિદ્યાર્થીનીએ રેગિંગથી ત્રાસી કર્યો આપઘાત, રેગિંગ કરનારી છોકરીઓને થઈ કેટલાં વરસની આકરી સજા ?
ભોપાલ ખાનગી એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિનીના સુસાઇડ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં ચાર યુવતીને પાંચ વર્ષ જેલની સજા ફરમાવી છે. શું છે સમગ્ર મામલો જાણીએ...
ભોપાલ ખાનગી એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિનીના સુસાઇડ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં ચાર યુવતીને પાંચ વર્ષ જેલની સજા ફરમાવી છે. શું છે સમગ્ર મામલો જાણીએ...
ઘટના વર્ષ 2013ની છે. ભોપાલ ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં એક વિદ્યાર્થિનીએ રેંગિગથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. યુવતીએ સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ રેગિગ જણાવ્યું હતું. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું અનિતા શર્મા બી ફાર્મના સેન્કડ ઇયરમાં સ્ટડી કરૂ છું. હું કોલેજના રેગિંગથી કંટાળી ગઇ છું. કોલેજની દિપ્તી, નિધિ, કિર્તી, દેવાંશી ખૂબ જ ખરાબ છોકરીઓ છે. એક વર્ષથી હુ તેનો ત્રાસ સહન કરૂં છું. હવે કરી શકું તેમ નથી. મારી પાસે તેમણે મિડસેમની નકલ પણ લખાવી હતી.
ભોપાલ જિલ્લા કોર્ટ આ મુદ્દે નિર્ણય કરતા ચાર દોષિત યુવતીને પાંચ વર્ષ જેલની સજા ફટકારી છે જ્યારે કોલેજના શિક્ષક મનિષ દોશીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે આ કેસનો ચુકાદો કરતા ટકોર કરી હતી કે, રેગિંગના કારણે ગંભીર પરિણામ આવતા હોવાથી માટે કડક સજા હોવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement