" PK નહીં ફેલ થઈ જનતા',બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રશાંત કિશોરની પાર્ટીએ આપ્યું નિવેદન
Bihar Election 2025: બિહાર જનસુરાજના પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું, "અમે શરૂઆતથી જ બિહારમાં એક નવી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જનતા સુધી આ વાત પહોંચાડવી સરળ કાર્ય નથી."

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના શરૂઆતના વલણોમાં ભાજપની આગેવાની હેઠળના NDAનો વિજય થયો છે, ત્યારે પ્રશાંત કિશોરની પાર્ટી, જનસુરાજ માટે ચિત્ર અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે પાર્ટી હાલમાં એક પણ બેઠક જીતે તેવું લાગતતું નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા, પાર્ટી પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું કે તેમનો પક્ષ પોતે લોકો સુધી પોતાનો સંદેશ યોગ્ય રીતે પહોંચાડવામાં નિષ્ફળ ગયો છે.
VIDEO | Patna: Jan Suraaj Bihar president Manoj Bharti on early trends showing NDA’s victory says, “We have been saying from the start that we are trying to bring new politics to Bihar. It is tough to take this politics to the people of Bihar. Prashant Kishor always said if… pic.twitter.com/nmhS32FxDa
— Press Trust of India (@PTI_News) November 14, 2025
મનોજ ભારતીનું નિવેદન
બિહાર જનસુરાજના પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું, "શરૂઆતથી જ, અમે બિહારમાં એક નવી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો સુધી પહોંચવાનું આ સરળ કાર્ય નથી. પ્રશાંત કિશોર હંમેશા કહેતા હતા કે જો લોકો અમને સમજે છે, તો અમે ટોચ પર રહીશું; જો તેઓ નહીં સમજે, તો અમે નિષ્ફળ જઈશું. આ શરૂઆતના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો અમને સમજવામાં નિષ્ફળ ગયા, અને અમે તેમને મનાવવામાં નિષ્ફળ ગયા."
બિહારમાં મગગણનાની સ્થિતિ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ. રાજ્યના 38 જિલ્લાઓમાં 46 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમામ 243 બેઠકો માટે પ્રારંભિક વલણો સામે આવી રહ્યા છે, જેમાં NDA 189 બેઠકો પર આગળ છે અને મહાગઠબંધન 51 બેઠકો પર આગળ છે.
ચૂંટણી પંચના વલણો અનુસાર, NDAમાં, જનતા દળ (યુનાઇટેડ) 84 બેઠકો પર, ભારતીય જનતા પાર્ટી 78 બેઠકો પર, લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ પાર્ટી 22 બેઠકો પર, HAM ચાર બેઠકો પર અને RLM એક બેઠકો પર આગળ છે. આ દરમિયાન, મહાગઠબંધનના ઘટક જૂથો રાષ્ટ્રીય જનતા દળ (RJD) 39 બેઠકો પર, કોંગ્રેસ સાત બેઠકો પર, CPI (ML)-લેનિન અને CPI (ML) એક-એક બેઠકો પર અને અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.
ગણતરી પ્રક્રિયા અને સુરક્ષા
સમગ્ર ગણતરી પ્રક્રિયાની દેખરેખ માટે 243 ચૂંટણી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 243 મતગણતરી નિરીક્ષકોની સહાયતા પ્રાપ્ત થશે. બધા ઉમેદવારો અને તેમના અધિકૃત એજન્ટો ગણતરી કેન્દ્રો પર હાજર છે. નિષ્પક્ષ અને પારદર્શક ગણતરી સુનિશ્ચિત કરવા માટે, ઉમેદવારોએ 18,000 થી વધુ એજન્ટોની નિમણૂક કરી છે.





















