શોધખોળ કરો
Advertisement
બિહારઃ મોર્નિંગ વોક પર નીકળેલા ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, જાણો વિગત
ગોળી વાગ્યા બાદ સ્થાનિક લોકો તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેમને પીએચસીએચ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પટનાઃ બિહારની રાજધાની પટનામાં ગુરુવારે સવારે બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, બીજેપી જયંત મંડળના ઉપાધ્યક્ષ રાજેશ કુમાર ઝા ઉર્ફે રાજુ બાબુને બાઇક સવાર બે બુકાનીધારીએ શહેરમાં તેજ પ્રતાપ નગર સ્થિત સીતારામ ઉત્સવ હોલ પાસે ગોળી મારી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
રાજુ બાબુ નિત્ય ક્રમ પ્રમાણે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. આ દરમિયાન સવારે 6 વાગ્યાની આસપાસ આરોપીઓ ગોળી મારીને ફરાર થઈ ગયા હતા. ગોળી વાગ્યા બાદ સ્થાનિક લોકો તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેમને પીએચસીએચ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિક પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ રાજૂ બાબુ બીજેપીમાં સામેલ થયા હતા. તેઓ પ્રોપર્ટી ડિલિંગનુ કામ પણ કરતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement