શોધખોળ કરો

Bihar By Election 2024 result : બિહારમાં તમામ 4 બેઠકો પર NDAની જીત, કૉંગ્રેસ- RJDને મોટો ઝટકો 

બિહારમાં NDA ગઠબંધન માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યની 4 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં એનડીએના ઉમેદવારોએ તમામ બેઠકો જીતી લીધી છે.

બિહારમાં NDA ગઠબંધન માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યની 4 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં એનડીએના ઉમેદવારોએ તમામ બેઠકો જીતી લીધી છે. બિહારમાં બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરારી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે બિહારમાં આવતા વર્ષે 2025માં વિધાનસભા ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં પેટાચૂંટણીમાં તમામ સીટો પર એનડીએના ઉમેદવારોની જીતથી આરજેડી-કોંગ્રેસ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે.

કઈ બેઠક પર ક્યાં ઉમેદવારની જીત થઈ ?

બેલાગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં જનતા દળ (યુનાઈટેડ)ના મનોરમા દેવીને 73334 મત મળ્યા છે. તેઓ 21391 મતોથી ચૂંટણી જીત્યા હતા. બીજા સ્થાને રાષ્ટ્રીય જનતા દળના વિશ્વનાથ કુમાર સિંહ હતા જેમને 51943 મત મળ્યા હતા. જ્યારે ત્રીજા સ્થાને જન સૂરાજ પાર્ટીના મોહમ્મદ અમજદ હતા જેમને 17285 મત મળ્યા હતા.

ઈમામગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ની દીપા કુમારીને 53435 મત મળ્યા અને 5945 મતોથી ચૂંટણી જીતી. બીજા સ્થાને રાષ્ટ્રીય જનતા દળના રોશન કુમાર હતા જેમને 47490 મત મળ્યા હતા. જ્યારે જન સૂરાજ પાર્ટીના જિતેન્દ્ર પાસવાન ત્રીજા સ્થાને હતા, જેમને 37103 મત મળ્યા હતા. 

રામગઢ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અશોક કુમાર સિંહે 62257 મત મેળવીને ચૂંટણી જીતી હતી. તેમણે 1362 મતોની સરસાઈથી ચૂંટણી જીતી હતી. બીજા સ્થાને બહુજન સમાજ પાર્ટીના સતીશ કુમાર સિંહ યાદવ હતા જેમને 60895 મત મળ્યા હતા. ત્રીજા સ્થાને રાષ્ટ્રીય જનતા દળના અજીત કુમાર સિંહ હતા જેમને 35825 મત મળ્યા હતા.  ચોથા સ્થાને જન સૂરાજ પાર્ટીના સુશીલ કુમાર સિંહ હતા જેમને 6513 મત મળ્યા હતા.

તરારી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિશાલ પ્રશાંતનો વિજય થયો છે. તેમને 78755 વોટ મળ્યા અને 10612 વોટથી જીત્યા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (લિબરેશન)ના રાજુ યાદવ બીજા ક્રમે રહ્યા જેમને 68143 વોટ મળ્યા. ત્રીજા સ્થાને જન સૂરાજ પાર્ટીના કિરણ સિંહ હતા જેમને 5622 મત મળ્યા હતા.

13 નવેમ્બરે મતદાન થયું હતું

બિહારની આ ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થયું હતું. આ વિધાનસભા ક્ષેત્રોના વર્તમાન ધારાસભ્યો લોકસભામાં ચૂંટાયા બાદ પેટાચૂંટણી યોજાઈ છે. સત્તાધારી એનડીએ, વિપક્ષી મહાગઠબંધન અને નવી રચાયેલી જન સૂરાજ પાર્ટી માટે ચૂંટણી પરિણામો મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં હતાં. આ પેટાચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget