શોધખોળ કરો
Advertisement
Bihar Elections 2020: ભાજપે વધુ 35 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ, જુઓ લિસ્ટ
કિશનગંજથી સ્વીટી સિંહ, દરભંગાથી સંજય સરાવગી, મુઝફ્ફરપુરથી સુરેશ કુમાર શર્મા, મોતિહારીથી પ્રમોદકુમારને ટિકિટ આપવામાં આવી છે. આ 35 ઉમેદવારોમાં છ મહિલાને પણ ટિકિટ આપવામાં આવી છે.
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજા તબક્કાના મતદાન માટેના 35 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પૂર્ણિયાથી વિજય ખેમકા, કિશનગંજથી સ્વીટી સિંહ, દરભંગાથી સંજય સરાવગી, મુઝફ્ફરપુરથી સુરેશ કુમાર શર્મા, મોતિહારીથી પ્રમોદકુમારને ટિકિટ આપવામાં આવી છે. આ 35 ઉમેદવારોમાં છ મહિલાને પણ ટિકિટ આપવામાં આવી છે.
ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કા માટે મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે.
આ ચૂંટણીમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક, બીજામાં તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક અને ત્રીજામાં તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.
બિહારમાં કુલ 243 બેઠકો સાત કરોડથી વધારે મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે. 6 લાખ પીપીઈ કીટ રાજ્યની ચૂંટણી પંચને આપવામાં આવશે અને 46 લાખ માસ્કનો વપરાશ થશે. 6 લાખ ફેસ શિલ્ડનો પણ ચૂંટણીમાં વપરાશ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion