શોધખોળ કરો
Advertisement
Viral Video: કૉંગ્રેસ ઉમેદવારે કહ્યું- 'લોકો જાણે છે કોને ક્યારે પાડવા', અને ત્યારે જ મંચ તૂટી પડ્યું...
મંચ પર ભાષણ આપી રહ્યા છે. પરંતુ ત્યારે જ અચાનક એવું કંઈક થાય છે કે તેમના ભાષણનો વીડિયો વાયરલ થઈ જાય છે.
જાલે: સોશિયલ મીડિયા પર બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો રાજ્યની જાલે વિધાનસભાથી કૉંગ્રેસના ઉમેદવાર મશકૂર અહમદ ઉસ્માનીનો છે. આ વીડિયોમાં મશકૂર અહમદ ઉસ્માની મંચ પર ભાષણ આપી રહ્યા છે. પરંતુ ત્યારે જ અચાનક એવું કંઈક થાય છે કે તેમના ભાષણનો વીડિયો વાયરલ થઈ જાય છે. વીડિયોમાં એવું તે શું છે ?
કેમ વાયરલ થઈ રહ્યો છે વીડિયો ?
વાયરલ વીડિયોમાં કૉંગ્રેસ ઉમેદવાર મંચ પરથી પોતાના ભાષણ દરમિયાન કહે છે, 'જનતાને દરેક વખતે નેતાની પસંદગી કરવાની તક મળે છે. અને લોકતંત્રમાં લોકો જાણે છે કે કોને ક્યારે ઉપર લાવવાના છે અને કોને ક્યારે નીચે પાડવાના છે.' કૉંગ્રેસ નેતાના આટલુ કહેતા જ મંચ તૂટી જાય છે અને મંચ પર બેસેલા તમામ લોકો નીચે પડી જાય છે.
કૉંગ્રેસ ઉમેદવાર મશકૂર અહમદ ઉસ્માનીના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
જિન્ના વિવાદને લઈને ચર્ચામાં આવ્યા હતા મશકૂર ઉસ્માની
મશકૂર અહમદ ઉસ્માનીનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું હતું, જ્યારે તેના પર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ રહેતા પાકિસ્તાનના ફાઉન્ડર મોહમ્મદ અલી જિન્નાની તસવીર રૂમની અંદર લગાવવાનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement