Bihar Politics: રાજીનામુ આપ્યા બાદ નીતીશ કુમારે રાબડી દેવી સાથે કરી મુલાકાત, તેજસ્વી યાદવ પણ રહ્યા હાજર
બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે નીતિશ કુમાર પટનામાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. નીતિશ કુમારે અહીં પૂર્વ સીએમ રાબડી દેવી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા.
Bihar Political Crisis: બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે નીતિશ કુમાર પટનામાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. નીતિશ કુમારે અહીં પૂર્વ સીએમ રાબડી દેવી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. થોડા સમય પહેલા જ નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને તેમને રાજીનામું સોંપ્યું હતું. આ પછી તે રાબડી દેવી અને તેજસ્વી યાદવને મળવા ધારાસભ્યો સાથે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
પૂર્વ સીએમ રાબડી દેવીને મળ્યા બાદ નીતીશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં બંનેની મુલાકાત થઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ હાજર રહ્યા હતા. આ પહેલા આજે બિહારના રાજકીય સંકટને લઈને બેઠકો યોજાઈ હતી. પહેલા જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠક થઈ હતી જેમાં નીતિશ કુમારે ભાજપ પર સાથી પક્ષોને અપમાનિત કરવાનો અને ષડયંત્ર કરીને જેડીયુને નબળો કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી
બેઠક બાદ નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો એ વાત પર સહમતિ પર છે કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. આજે યોજાયેલી જેડીયુની બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ નીતિશ કુમારને તેમના નિર્ણયમાં સમર્થન આપતા રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડી(યુ)ના ઘણા ધારાસભ્યોએ આજની બેઠકમાં નીતિશ કુમારને કહ્યું કે ભાજપ સાથેના ગઠબંધનથી તેઓ 2020થી નબળા પડ્યા છે.