સાહેબ! ડ્રગ્સના નશામાં પતિ મોઢામાં કપડું ભરાવીને..... પરિણીતાની દર્દનાક કથા સાંભળી પોલીસ પણ હેરાન
Crime News: પરિણીતાને પતિ મોઢામાં કપડું ભરાવીને ફટકારતો હતો. કોઈને મારપીટની ખબર ન પડે એટલા માટે પતિ આમ કરતો હતો.
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક પરિણીતાની દર્દનાક કહાની સામે આવી છે. પરિણીતાને પતિ મોઢામાં કપડું ભરાવીને ફટકારતો હતો. કોઈને મારપીટની ખબર ન પડે એટલા માટે પતિ આમ કરતો હતો. પીડિતાની દર્દનાક કહાની સાંભળી પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.
દહેજને લઈ સાસરિયા આપતા ત્રાસ
બિજનૌરમાં કોતવાલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં એક ગામની પરિણીતાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બે વર્ષ પહેલા તેના લગ્ન ઝલરા ગામના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયા સતત દહેજને લઈ ત્રાસ આપતા હતા. પતિ ડ્રગ્સના નશામાં સતત તેને મારપીટ કરતો હતો. અનેક વખત મોઢામાં કપડું ભરાવીને મારપીર અને કુકર્મ કરતો હતો.
પરિણીતાએ બીજું શું કહ્યું...
પરિણીતાએ જણાવ્યું કે, 1 જુલાઈએ મારપીટ કર્યા બાદ મોટર સાઇકલ પર બેસાડીને તેને ગામની બહાર ફેંકી આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં ડિલિવરી સમય નજીક આવ્યો ત્યારે પતિ અને અન્ય સાસરિયા ઘરે લઈ આવ્યા. ગાળો આપીને લાકડી-દંડાની મારપીટ કરી. પરિણીતાના ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Surat : પત્નીને કહ્યું- 'ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે..'
ડાયમંડ નગરી સુરત શહેરમાં ધીરુભાઈ નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોત પહેલા તેમણે પત્નીને કહ્યું- ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે. આ પછી પતિ પત્નીની નજર સામે જ ઢળી પડ્યા બાદ પતિનું મોત નીપજ્યું હતં. પિતાને બે દીકરા હોસ્પિટલ લઈને પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક ધીરુભાઈ બચુભાઈ ઉનાગર (ઉં.વ.45) ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહેતા હતા. ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. હાલમાં તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.