શોધખોળ કરો
વાયુસેનાની કાર્યવાહીને ભાજપ-કોંગ્રેસના નેતાઓએ બિરદાવી, જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર એટેક કરીને આતંકીઓને સબક શીખવાડ્યો છે. ભારતના 12 મિરાજ 2000 જેટે પીઓકેમાં ઘૂસીને 1000 કિલોના વિસ્ફોટકથી બૉમ્મારો કર્યો, સુત્રો અનુસાર, આ કાર્યવાહીમાં 200 થી 300 આતંકીઓ ઠાર મારાયા છે. વાયુસેનાએ મોડી રાત્રે લગભગ 3.30 વાગે આ કાર્યવાહી કરી હતી. પુલવામાં હુમલા બાદથી જ ભારત તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યાં હતાં. હાલમાં બન્ને દેશોમાં તનાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે. વાયુસેનાના હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેનાના જવાનોને સેલ્યૂટ કરી
સપા નેતા અખિલેશ યાદવે પણ ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા
ટીએમસી નેતા અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વાયુસેનાની કાર્યવાહીને અમેઝીંગ ગણાવી હતી
જમ્મુ-કાશ્મીરના પૂ્ર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, જો આ વાત સાચી છે તો બહુ મોટી કાર્યવાહી છે. આપણે આ વાત પર ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. હાલમાં એ જોવાનું રહ્યું કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.
બીજેપી સાંસદ પરેશ રાવલે સેનાના જવાનોને કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોની વીરતાને સેલ્યૂટ કરી હતી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે પાકિસ્તાની પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું કે, 'ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યુ, પાકિસ્તાની વાયુ સેનાએ તરતજ કાર્યવાહી કરી. ભારતીય વિમાન પાછા ચાલ્યા ગયા.'
સપા નેતા અખિલેશ યાદવે પણ ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા
ટીએમસી નેતા અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વાયુસેનાની કાર્યવાહીને અમેઝીંગ ગણાવી હતી
જમ્મુ-કાશ્મીરના પૂ્ર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, જો આ વાત સાચી છે તો બહુ મોટી કાર્યવાહી છે. આપણે આ વાત પર ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. હાલમાં એ જોવાનું રહ્યું કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.
બીજેપી સાંસદ પરેશ રાવલે સેનાના જવાનોને કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોની વીરતાને સેલ્યૂટ કરી હતી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે પાકિસ્તાની પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું કે, 'ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યુ, પાકિસ્તાની વાયુ સેનાએ તરતજ કાર્યવાહી કરી. ભારતીય વિમાન પાછા ચાલ્યા ગયા.' વધુ વાંચો