શોધખોળ કરો
અમિત શાહે શિવરાજસિંહ, રમણસિંહ અને વસુંધરાને આપી નવી જવાબદારી, ત્રણેયને બનાવ્યા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
નવી દિલ્હીઃભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે છેલ્લા મહિનામાં સત્તા ગુમાવનારા પોતાના મુખ્યમંત્રીઓને નવી જવાબદારી સોંપી હતી. ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
રાજસ્થાનમાં વસુંધરા રાજે સિવાય 13 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ અને 15 વર્ષથી છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચૂકેલા રમણસિંહ એક મહિના અગાઉ ડિસેમ્બરમાં પોતાના રાજ્યોની સત્તા ગુમાવી હતી. હવે લોકસભા ચૂંટણીના લગભગ બે કે ત્રણ મહિના અગાઉ ભાજપે આ ત્રણેય મોટા નેતાઓને કેન્દ્રમાં લાવવાનો નિર્ણય લેતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે ટ્વિટ કરીને આ નિમણૂકની જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement