શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપની પ્રથમ યાદીનાં 250 નામ ફાઈનલ, આ દિગ્ગજ નેતાઓનું કપાશે પત્તું!
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપની પ્રથમ યાદી ટૂંકમાં જ જારી થઈ શકે છે. અહેવાલ છે કે ભાજપે અંદાજે 250ના નામ ફાઈનલ કરી લીધા છે. આ યાદીમાં કેટલાક નામો જોઈને તમો ચોંકી પણ જશો અને કેટલાકના પત્તું કપાશે તે જાણીને હેરાની પણ થશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ભાજપની સંસદીય કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં દિગ્ગજોની ટિકિટ કપાવી નક્કી છે. એવામાં બધાના મનમાં સવાલ એ છે કે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ વખતે ચૂંટણી લડશે કે નહીં.
મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ભાજપના દિગ્ગજ નેતા બી.સી.ખંડુરી અને બી.એસ.કોશ્યારી એ જાતે જ ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્ર (2014મા દેવરિયાથી જીત્યા) અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા પણ ચૂંટણી લડવાના પક્ષમાં નથી. આથી એ વાતની સંભાવનાઓ વધી ગઇ છે કે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની સાથો સાથ હિમાચલ પ્રદેશના સીએમ શાંતા કુમારને પણ ચૂંટણી દોડમાંથી બહાર કરી દેવામાં આવે અથવા તો તેઓ જાતે જ પોતાનું નામ આગળ ન વધારે.
આપને જણાવી દે કે અડવાણી અત્યાર સુધી ગુજરાતની ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. દેશના ગૃહમંત્રી અને ડેપ્યુટી વડાપ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી સતત 6 વખત ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી ચૂકયા છે. જ્યારે કાનપુરથી સાંસદ જોશીને ટિકિટ મળવાના ચાન્સ પણ ઓછા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion