શોધખોળ કરો
Advertisement
પાર્ટી બદલી પરંતુ વેબસાઈટ પર હજુ કૉંગ્રેસી છે જ્યોતિરાદિત્ય સિંધિયા
આ વેબસાઈટ પર જોવા મળતી તસ્વીરો પણ જૂની છે. સિંદિયા કૉંગ્રેસમાં હતા તે દરમિયાનની રેલીની તસવીરો જોવા મળી રહી છે.
ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આજે તેમણે મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. આ સમયે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમર, રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા હાજર રહ્યા હતા. સિંધિયા ભાજપમાં સામેલ થયાને બે દિવસ જેવો સમય થવા છતાં પણ હાલમાં તેઓ પોતાની વેબસાઈટ (https://jmscindia.in/)માં કોંગ્રેસી છે.
આ વેબસાઈટ પર જોવા મળતી તસ્વીરો પણ જૂની છે. સિંદિયા કૉંગ્રેસમાં હતા તે દરમિયાનની રેલીની તસવીરો જોવા મળી રહી છે. સિંધિયાના નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર સિંધિયાની આ વેબસાઈટ ખાસ્સા સમયથી અપડેટ થઈ નથી. જો કે, એવુ માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં સિંધિયા પોતાની વેબસાઈટ બદલી શકે છે.
સિંધિયાએ જેવી ભાજપ પાર્ટી જોઈન કરી કે, તેમણે તુરંત જ ટ્વીટર પર પણ પીએમઓ, અમિત શાહ અને ભાજપને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, તેમણે હાલમાં પણ પ્રધાનમંત્રી મોદીને ફોલો કર્યા નથી.
ભાજપમાં સામેલ થતા જ સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કૉંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો આંકડાની વાત કરવામાં આવે તો બંને દિગ્ગજ નેતાઓ સરળતાથી જીત મેળવી લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement