શોધખોળ કરો
BJP નેતા સોનાલી ફોગાટે હિસારમાં માર્કેટ કમિટીના સેક્રેટરીને ચપ્પલથી માર માર્યો, Video વાયરલ
ભાજપની નેતા સોનાલી ફોગાટે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને બધાની સામે ચપ્પલથી માર માર્યો હતો અને આ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હિસાર: ભાજપની નેતા સોનાલી ફોગાટે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને બધાની સામે ચપ્પલથી માર માર્યો હતો અને આ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોનાલી ફોગાટે માર્કેટ કમિટીના સેક્રેટરીને બધાની સામે માત્ર ચપ્પલથી જ નથી માર માર્યો પરંતુ થપ્પડ પણ મારી હતી. શુ છે મામલો સોનાલી ફોગાટ હરિયાણાના હિસારમાં અનાજ મંડી પહોંચી હતી જ્યા કોઈ વાતને લઈને માર્કેટ કમિટીના સચિવ સાથે વિવાદ થયો હતો. મામલો એટલે સુધી વધી ગયો કે સોનાલી ફોગાટે તેને થપ્પડ મારી હતી અને એટલેથી જ ન રોકાતા તેણે માર્કેટ કમિટીના સેક્રેટરીને ચપ્પલથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો ત્યા ઉભેલા લોકોએ વીડિયો બનાવ્યો હતો અને હવે તે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનાલી ફોગાટ ચપ્પલ વડે માર મારતી જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોનાલી ફોગાટે દાવો કર્યો છે કે માર્કેટ કમિટીના સેક્રેટરીએ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને એટલે જ તેને માર માર્યો છે. હરિયાણાની ગત વિધાનસભા ચૂંટણીમાં સોનાલી ફોગાટ આદમપુર બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડી હતી. સોનાલી ફોગાટ ટિકટોક સ્ટાર પણ છે અને પોતાની વીડિયો પોસ્ટ કરતી રહે છે.
વધુ વાંચો





















