શોધખોળ કરો

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વસુંધરા રાજે સહિત 13 નેતાઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા; સ્મૃતિ ઈરાનીને મહાસચિવની જવાબદારી. નવી ટીમમાં 7 રાજ્યોના 8 મહાસચિવો અને જ્ઞાતિ સમીકરણો પર મૂકાયો ખાસ ભાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાજપે નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી, IT સેલ બદલાયું.
  • ૧૩ ઉપાધ્યક્ષો, ૮ મહાસચિવો સહિત અનેક નેતાઓને સ્થાન મળ્યું.
  • યુવાનો, મહિલાઓ, જ્ઞાતિ સમીકરણોનું ધ્યાન રાખી ટીમ બની.

BJP New National Team: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવી કમિટીમાં ઘણા મોટા ફેરફારો અને ચોંકાવનારા નિર્ણયો જોવા મળ્યા છે. સૌથી મોટો ફેરફાર પાર્ટીના IT સેલમાં કરવામાં આવ્યો છે. અગ્રણી નેતા અમિત માલવિયાને નવી ટીમમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે, અને હવે તેમના સ્થાને દીપક મ્હસ્કેને ભાજપના IT સેલના નવા વડા તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, નવી ટીમમાં 7 અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 8 રાષ્ટ્રીય મહાસચિવોની નિમણૂક કરવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 2 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કોને મળ્યું ઉપાધ્યક્ષ પદ?

પાર્ટીએ વસુંધરા રાજે અને રામ માધવ સહિત કુલ 13 અગ્રણી નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ યાદીમાં નીચેના નામો સામેલ છે:

વસુંધરા રાજે સિંધિયા

તીરથ સિંહ રાવત

રામ માધવ

બૈજયંત જય પાંડા

ડી. પુરંદેશ્વરી

રેખા દર્મા

વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી

ભારતી પ્રવીણ પવાર

મનપ્રીત સિંહ બાદલ

લાલ સિંહ આર્ય

પ્રો. એમ. નાગરાજ

પ્રો. તારિક મન્સૂર

મધુચંદ્ર

સંગઠન અને રાષ્ટ્રીય મહાસચિવ

સ્મૃતિ ઈરાનીને પાર્ટીમાં પ્રમોટ કરીને રાષ્ટ્રીય મહાસચિવ જેવી મહત્વની જવાબદારી અપાઈ છે. સંગઠન સ્તરે બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે શિવ પ્રકાશ અને સૌદાન સિંહ રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) તરીકેની ભૂમિકા ભજવશે.

અન્ય રાષ્ટ્રીય મહાસચિવોમાં વિનોદ તાવડે, સુનિલ બંસલ, બિપ્લબ કુમાર દેબ, સ્મૃતિ ઈરાની, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય મંત્રીઓની યાદી

રાષ્ટ્રીય મંત્રીઓ તરીકે પાર્ટીએ નીચેના ચહેરાઓ પર કળશ ઢોળ્યો છે:

કવિતા પાટીદાર, કે. સુરેન્દ્રન, ભોલા સિંહ, ડૉ. પ્રદીપ વર્મા, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, ડૉ. સંદીપ પાઠક, ફાંગનોન કોન્યાક, સંગીતા યાદવ, અનિલ એન્ટની, ડૉ. એમ. વેંકટેશન, મનોજ ટિગ્ગા, સિદ્ધાર્થ શંભુ, ડૉ. સ્વદેશ સિંહ, મૃગાંકા દેવ બર્મન, રોહન ગુપ્તા અને જય પ્રકાશ.

અન્ય મહત્ત્વની જવાબદારીઓ

નાણાકીય વિભાગ: પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી અને રાજેશ મંગલને રાષ્ટ્રીય સહ-ખજાનચી બનાવાયા છે.

કાર્યાલય પ્રભારી: તરુણ ચુઘ રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને મહેન્દ્ર પાંડે કાર્યાલય સચિવ તરીકે કામગીરી જોશે.

સંયોજકો: સંબિત પાત્રા અને રાજીવ બબ્બરને ઉત્તર પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે વિષ્ણુ દત્ત શર્મા, ઋતુરાજ સિંહા અને વિષ્ણુ વર્ધન રેડ્ડીને સેલ ક્લસ્ટર સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિવિધ મોરચાના વડા

પાર્ટીએ સમાજના દરેક વર્ગને સાધવા વિવિધ મોરચાઓની કમાન નીચે મુજબ સોંપી છે:

યુવા મોરચા: હેમાંગ જોશી

મહિલા મોરચા: રૂપ કુમારી ચૌધરી

OBC મોરચા: અમરપાલ મૌર્ય

ખેડૂત મોરચા: બંસીલાલ ગુર્જર

SC મોરચા: શિવેશ કુમાર રામ

ST મોરચા: મન્નાલાલ રાવત

લઘુમતી મોરચા: કુંવર બાસિત અલી

આ પણ વાંચોઃ ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

મીડિયા અને સોશિયલ મીડિયા કમાન્ડ

ચૂંટણીઓમાં મીડિયાનું મહત્વ જોતા અનિલ બાલુનીને મીડિયા કોઓર્ડિનેટરની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે ઉષા અગ્રવાલ, પ્રદીપ ભંડારી અને સિદ્ધાર્થ યાદવ મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવશે.

ડિજિટલ મોરચે દીપક મ્હસ્કે (IT સેલ વડા) સાથે પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરુણ યાદવને સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણીલક્ષી સમીકરણો પર સીધી નજર

આખી ટીમનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને પ્રવક્તાઓની આ યાદી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાઈ છે. તેમાં યુવાનો અને મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, સાથે જ જ્ઞાતિ અને જાતિના સમીકરણોને પણ સરભર કરવાનો પ્રયાસ થયો છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, ભાજપે પોતાની આ નવી ટીમમાં UPના નેતાઓને વિશેષ મહત્વ આપ્યું છે.

Frequently Asked Questions

ભાજપની નવી ટીમમાં સૌથી મોટો ફેરફાર કયા વિભાગમાં થયો છે?

ભાજપની નવી ટીમમાં IT સેલમાં સૌથી મોટો ફેરફાર થયો છે. અમિત માલવિયાના સ્થાને દીપક મ્હસ્કેને IT સેલના નવા વડા બનાવવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા કેટલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે અને તેમાં કોનો સમાવેશ થાય છે?

ભાજપે કુલ 13 અગ્રણી નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ યાદીમાં વસુંધરા રાજે અને રામ માધવ જેવા નેતાઓ સામેલ છે.

સ્મૃતિ ઈરાનીને ભાજપની નવી ટીમમાં કઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે?

સ્મૃતિ ઈરાનીને પાર્ટીમાં પ્રમોટ કરીને રાષ્ટ્રીય મહાસચિવ જેવી મહત્વની જવાબદારી અપાઈ છે. બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) તરીકે નિયુક્ત કરાયા છે.

ભાજપની આ નવી ટીમની રચના પાછળ શું મુખ્ય ચૂંટણીલક્ષી સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે?

આ નવી ટીમમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે. જ્ઞાતિ અને જાતિના સમીકરણો પણ સરભર કરવાનો પ્રયાસ કરાયો છે, અને UP ચૂંટણીને કારણે UPના નેતાઓને વિશેષ મહત્વ અપાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget