BJP Parliamentary Board Meeting: BJP સંસદીય બોર્ડની બેઠક શરુ, PM મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓ હાજર
આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આજે સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરી શકે છે
BJP Parliamentary Board Meeting: દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદી (PM Modi), કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), નિતિન ગડકરી (Nitin Gadkari), રાજનાથ સિંહ (Rajnath Singh), ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ (BL Santosh) અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) હાજર છે. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આજે સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરી શકે છે.
બીજેપી સંસદીય બોર્ડ એ પક્ષનું સર્વોચ્ચ સંસ્થાકીય બોર્ડ છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિતના સભ્યો છે. આ બેઠક બાદ બીજેપીના તમામ સાંસદોની બીજી બેઠક યોજાશે.
દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે
ભાજપની આગેવાની હેઠળના એનડીએ પહેલાથી જ દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી સમાજના દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કર્યા બાદ હવે તમામની નજર તેના પર છે કે શું પાર્ટી ઉપરાષ્ટ્રપતિ પદ માટે અનુભવી ચહેરાની પસંદગી કરશે કે કેમ.
રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા પર દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા બનશે. તમને જણાવી દઈએ કે, 2017માં ભાજપે તત્કાલિન કેબિનેટ મંત્રી એમ. વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની છે.