શોધખોળ કરો
માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે દયાશંકર સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યાં બરતરફ
![માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે દયાશંકર સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યાં બરતરફ Bjp Removes Dayashankar Singh As Vice President In Uttar Pradesh માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે દયાશંકર સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યાં બરતરફ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/07/21080948/maya-daya-compressed-580x395-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: બીએસપીનાં અધ્યક્ષ માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ બુધવારની રાતે ભાજપે ઉત્તરપ્રદેશનાં ઉપાધ્યક્ષ દયાશંકર સિંહને પાર્ટીમાંથી છ વર્ષ માટે બરતરફ કરી દિધા છે.
ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાર્ટીનાં નિયમ મુજબ દયાશંકર સિંહ છ વર્ષ સુધી પાર્ટીમાંથી બહાર રહેશે. તો સાથે સાથે દયાશંકર વિરુદ્ધ લખનઉમાં બીએસપીનાં નેતા મેવાલાલ ગૌતમે એફઆઈઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે દયાશંકર સિંહે કરેલી ટિપ્પણીને લઈને રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો હતો. તો મહિલા સાંસદ સહીત રાજ્યસભાનાં સભ્યોએ પણ આ ટિપ્પણીની આકરી ટીકા કરી હતી.
આ મામલે માયાવતીએ કહ્યું હતું કે, ‘મે મારી પોલિટિકલ લાઈફ દરમિયાન ક્યારેય પણ કોઈ માટે આ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. દયાશંકર સિંહની ધરપકડ થવી જ જોઈએ. અને જો તેમની ધરપકડ નહીં થાય તો લોકો રસ્તા પર ઉતરી આવશે. અને ખાસ કરીને દલિતો સાથે ગુજરાતમાં જે પ્રમાણે થઈ રહ્યું છે તે રીતે રાષ્ટ્ર ભાજપને ક્યારેય માફ નહીં કરે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)