કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું મોટું ગાબડું: આ રાજ્યમાં ત્રણમાંથી બે બેઠકો જીતી, કોંગ્રેસને મોટો ફટકો
મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર સ્નાતક અને શિક્ષક બેઠક ભાજપના નામે, વારંગલ-ખમ્મામ-નાલગોંડા શિક્ષક બેઠક અપક્ષના ફાળે.

Telangana MLC election result 2025: ભાજપે તાજેતરમાં યોજાયેલી લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC) ની ચૂંટણીમાં પોતાનો દબદબો જમાવ્યો છે. પાર્ટી સમર્થિત ઉમેદવારોએ ત્રણમાંથી બે બેઠકો પર વિજય મેળવ્યો છે. ગુરુવારે વહેલી સવારે જાહેર થયેલા પરિણામોમાં, ભાભારતિય જનતા પાર્ટીના ચૌધરી અંજી રેડ્ડીએ મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર સ્નાતક મતવિસ્તારમાં કોંગ્રેસના નરેન્દ્ર રેડ્ડીને 5,000 થી વધુ મતોથી હરાવ્યા હતા.
મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર સ્નાતક અને શિક્ષક મતવિસ્તાર અને વારંગલ-ખમ્મમ-નાલગોંડા શિક્ષક મતવિસ્તાર માટે પસંદગીના મત આપવાની સિસ્ટમ હેઠળ ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજાઇ હતી અને ગત સોમવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ભારતિય જનતા પાર્ટી સમર્થિત મલ્કા કોમરૈયા મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર શિક્ષક મતવિસ્તારમાંથી જીત્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર શ્રીપાલ રેડ્ડી પિંગલી (જેમને શિક્ષક સંઘનું સમર્થન હતું) વારંગલ-ખમ્મામ-નાલગોંડા શિક્ષક મતવિસ્તારમાંથી વિજેતા બન્યા હતા.
સોમવારે મોડી રાત્રે બંને શિક્ષક મતવિસ્તારના પરિણામો જાહેર થયા હતા. મતગણતરી એક જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા હતી, જેમાં માન્ય અને અમાન્ય મતોને અલગ કરવા અને ત્યારબાદ પસંદગીઓની ગણતરીનો સમાવેશ થતો હતો. ત્રણમાંથી બે MLC બેઠકો જીતવી એ ભારતિય જનતા પાર્ટી માટે રાજ્યમાં એક મોટું નૈતિક પ્રોત્સાહન માનવામાં આવે છે. પાર્ટીએ ત્રણેય બેઠકો માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીએ માત્ર સ્નાતક બેઠકો પર જ ચૂંટણી લડી હતી. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી આ ચૂંટણીથી દૂર રહી હતી.
આ વિજય અંગે કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, બંડી સંજય કુમાર અને અન્ય ભાજપના ટોચના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્યારે મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી, કોંગ્રેસના તેલંગાણા એકમના પ્રમુખ બી. મહેશ કુમાર ગૌર અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમના પક્ષના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ભારતિય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોની જીતને વધાવતા કેન્દ્રીય કોલસા મંત્રી અને ભાજપ તેલંગાણા એકમના પ્રમુખ જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ જીત યુવાનો અને શિક્ષકોની જીત છે, જેમણે કોંગ્રેસને તેના નિષ્ફળ શાસન અને તેમની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળતા માટે સ્પષ્ટપણે નકારી કાઢી છે.
જી. કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુમાં જણાવ્યું હતું કે, “આ પરિણામ કોંગ્રેસને એક મજબૂત સંદેશ આપે છે, જેણે લોકોને ખોટા વચનો આપીને સત્તા મેળવી હતી.” રાજ્યમાં 13 જિલ્લાઓ, 43 વિધાનસભા બેઠકો અને છ સંસદીય મતવિસ્તારો અને 270 મંડલોમાં યોજાયેલી આ ચૂંટણીઓ સાથે, આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે તેલંગાણામાં ભારતિય જનતા પાર્ટીની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.
જી કિશન રેડ્ડીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહી છે. તેમણે તેલંગાણાના લોકો, ખાસ કરીને શિક્ષકો અને યુવાનોનો "ભાજપના વિકાસની રાજનીતિ" અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા બદલ આભાર માન્યો હતો. કરીમનગરથી લોકસભાના સભ્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે જે કોંગ્રેસના નેતાઓ EVM પર શંકા વ્યક્ત કરતા હતા તેમણે હવે જવાબ આપવો જોઈએ, કારણ કે આ ત્રણ MLC બેઠકોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ થયો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે એક બોધપાઠ છે, જે અમુક ચોક્કસ વર્ગનું જ સમર્થન કરી રહી છે. તેમના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, બંદી સંજય કુમારને ટાંકવામાં આવ્યું હતું કે, “આ હિન્દુ સમુદાય દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી રમઝાનની ભેટ છે.”
ત્રણમાંથી બે MLC બેઠકો જીતવી એ ભારતિય જનતા પાર્ટી માટે એક મોટું નૈતિક પ્રોત્સાહન છે અને રાજ્યમાં પાર્ટી એક શક્તિશાળી બળ તરીકે ઉભરી રહી છે. આ જીત તેલંગાણામાં રાજકીય સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે અને આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ સંકેત આપે છે.
આ પણ વાંચો....





















