શોધખોળ કરો
Advertisement
નિઝામુદ્દીન મરકઝ મામલે ભડક્યો બોલિવૂડનો આ સ્ટાર એકટર, કહ્યું- આર્મી બોલાવો અને Emergency લગાવો
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો પૈકી 100ના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. જ્યારે તેલંગાણાના 6 લોકોના મોત થયા છે.
મુંબઈઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન તબલીઘી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં દેશ-વિદેશના 1500થી વધારે પ્રતિનિધિ સામેલ થયા હતા. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો પૈકી 100ના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. જ્યારે તેલંગાણાના 6 લોકોના મોત થયા છે. જેને લઈ બોલિવૂડ એકટર ઋષિ કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- નિઝામુદ્દીન પર ઈમરજન્સી લગાવવાની વાત કરી છે.
ઋષિ કપૂરે ટ્વિટ કરીને લખ્યુ, આજે આમ થયું, કાલે શું થશે, આ કારણે જ મેં કહ્યું હતું કે આપણે સેનાની જરૂર છે, ઈમરજન્સી. તેનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસને લઈ ઋષિ કપૂર સતત ટ્વિટ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ટ્વિટ કરીને લખ્યુંહતું, મારા પ્યારા ભારતવાસીઓ. આપણે દેશમાં ઈમરજન્સી લગાવી દેવી જોઈએ. જરા જુઓ, સમગ્ર દેશમાં શું થઈ રહ્યું છે. જો ટીવી રિપોર્ટનું માનીએ તો લોકો પોલીસવાળા અને મેડિકલ સ્ટાફને મારી રહ્યા છે. આ સ્થિતિને નિયંત્રિત કરવાની અન્ય કોઈ રીત નથી. લોકો ભયમાં આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement