સાડી પહેરી યુવકે 'ટિપ ટિપ બરસા પાની' પર કર્યો ધમાકેદાર ડાન્સ, વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર શાનદાર ડાન્સના વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે પાણીમાં આગ લગાવી દીધી છે.
Boy Dance Viral Video: સોશિયલ મીડિયા પર શાનદાર ડાન્સના વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે પાણીમાં આગ લગાવી દીધી છે. રવિના ટંડનના ગીત 'ટીપ ટીપ બરસા પાની' પરનો એક ડાન્સ વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર લોકોના હોશ ઉડાવી રહ્યો છે. જો કે આ ગીત પર લાખો લોકોએ ડાન્સ કર્યો હશે, પરંતુ આ વીડિયો અલગ છે. આ વખતે આ ગીત પર કોઈ છોકરીએ નહીં પરંતુ એક છોકરાએ છોકરીનો પોઝ આપીને ધમાકેદાર ડાન્સ કર્યો છે કે લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો. જો તમે પણ આ વીડિયો જોશો તો કદાચ તમે તેને વારંવાર જોવાથી રોકી શકશો નહીં.
આ યુવકની સ્ટાઈલ સામે કરીના કેટરીના પણ ફેલ
ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતા આ વિડિયોમાં ટીપ ટીપ બરસા પાની ગીત પર છોકરાને ડાન્સ કરતા જોઈને તમારા હોશ ઉડી જશે. આ પહેલા પણ ઘણા છોકરાઓ છોકરીઓની જેમ ડાન્સ કરી ચૂક્યા છે, પરંતુ આ છોકરાના ડાન્સમાં કંઈક અલગ છે. તેની આ સ્ટાઇલ તમારા હોશ ઉડાવી દેશે. તેના હાવભાવ અને સ્ટાઈલ જોઈને લોકો આ ડાન્સને પસંદ કરી રહ્યા છે. છોકરાએ સ્લીવલેસ બ્લાઉઝ અને પીળા રંગની સાડી પહેરી છે અને વરસાદી પાણીની વચ્ચે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો અમિત ધ શાઇનિંગ સ્ટાર નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
યુઝર્સે કહ્યું- આને પાણીમાં આગ લગાવવી કહેવાય
ડાન્સ વીડિયોમાં આ છોકરાના મૂવ્સ જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે તે ખરેખર છોકરો છે કે છોકરી. છોકરાના ડાન્સ મૂવ્સ અને ઠુમકાની સાથે લોકો તેના જબરદસ્ત એક્સપ્રેશનને પણ પસંદ કરી રહ્યા છે. આ ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ડાન્સના વખાણમાં ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેને જોનારા લોકોની સંખ્યા હજારોને પાર કરી ગઈ છે. એક યુઝરે લખ્યું છે - આને પાણીમાં આગ લગાવવી કહેવાય. એક યુઝરે લખ્યું- આ છોકરાએ ડાન્સ મૂવ્સમાં છોકરીઓને પાછળ છોડી દીધી છે.
સોશિયલ મીડિયામાં ઘણા ડાન્સના વીડિયો દરરોજ વાયરલ થતા હોય છે. યુવક-યુવતીઓ અલગ-અલગ ગીત પર ડાન્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે અનેક યુવક-યુવતીઓ રાતોરાત સ્ટાર બની જાય છે. આ યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
Join Our Official Telegram Channel: