શોધખોળ કરો

BrahMos Missile: એક તરફ ભારતીયો કરશે મતદાન, બીજી તરફ ફિલિપાઇન્સની ધરતી પર ઉતરશે બ્રહ્મોસ મિસાઇલ

BrahMos Missile: ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે

લેખકઃઆશિષ સિંહ

India BrahMos Missile: ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત ભારતની બ્રહ્મોસ મિસાઈલ શુક્રવારે (19 એપ્રિલ 2024) સવારે ફિલિપાઈન્સની ધરતી પર ઉતરશે. બ્રહ્મોસ એ ભારતની અત્યાર સુધીની અન્ય કોઈપણ દેશમાં સૌથી મોટું ડિફેન્સ એક્સપોર્ટ છે. આ બ્રહ્મોસ મિસાઈલો ફિલિપાઈન્સના મનિલામાં ઉતરશે.

બ્રહ્મોસ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચશે

ભારતમાં પણ પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે શરૂ થશે. એક તરફ ભારતીયો લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે તો બીજી તરફ ડિફેન્સ એક્સપોર્ટ હેઠળ પ્રથમ બ્રહ્મોસ મિસાઈલને ગુરુવારે (18 એપ્રિલ) રાત્રે ભારતીય વાયુસેનાના C-17 વિમાન દ્વારા ફિલિપાઈન્સમાં લઈ જવામાં આવશે, જે આગામી દિવસની સવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચશે.

ભારત ચીન સામે પોતાની તાકાત વધારી રહ્યું છે

ફિલિપાઈન્સના માધ્યમથી ચીન સાથે સ્પર્ધા કરવા માટે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલો ફિલિપાઈન મરીન કોર્પ્સની કોસ્ટલ ડિફેન્સ રેજિમેન્ટ માટે બનાવવામાં આવી છે, જે પશ્ચિમ ફિલિપાઈન સમુદ્રમાં તેમની સંરક્ષણ ક્ષમતા વધારશે. આ વિસ્તાર ચીન સાથે ચાલી રહેલા દરિયાઈ વિવાદનો વિસ્તાર છે.                                                                                         

વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયાની NPO મશિનોસ્ટ્રોયેનિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. શરૂઆતમાં તેની રેન્જ 290 કિમી સુધી મર્યાદિત હતી, જે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમ (MTCR)માં જોડાયા બાદ વધારી દેવામાં આવી હતી. બ્રહ્મોસના 85 ટકા ભાગને ભારતમાં બનાવવામાં આવ્યો છે.

375 મિલિયન ડોલરની હતી ડિફેન્સ ડિલ

જાન્યુઆરી 2022માં ફિલિપાઇન્સ સાથે 375 મિલિયન ડોલરમાં એક ડીલ કરવામાં આવી હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ  21,083 કરોડ રૂપિયા (લગભગ 2.63 બિલિયન અમેરિકન ડોલર) પર પહોંચી ગઈ છે, જે ગત નાણાકીય વર્ષ કરતાં 32.5 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2013-14ના આંકડાઓની સરખામણીએ ભારતની સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget