શોધખોળ કરો
Advertisement
કર્ણાટકાઃ આજે સાંજે 6 વાગે યેદિયુરપ્પા લેશે શપથ, 7 દિવસમાં સાબિત કરવી પડશે બહુમતિ
બીજેપી સાંસદ શોભાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે બીજેપી પ્રમુખ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
બેંગ્લુંરુઃ કર્ણાટકાની રાજનીતિમાંથી બહુજ મોટા સમાચાર સામે આવ્યા છે. બીએસ યેદિયુરપ્પા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સુત્રો અનુસાર યેદિયુરપ્પા સાંજે 6 વાગે શપથ લઇ શકે છે. યેદિયુરપ્પાને લઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે, શાહે કહ્યું કે, યેદિયુરપ્પા અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.
આ બધાની વચ્ચે રિપોર્ટ એવા છે કે, બપોરે 3.30 વાગે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા એક પ્રેસ કૉન્ફરન્સ દ્વારા આની જાહેરાત કરશે.
ગઇકાલે સ્પીકરે ત્રણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા, જેમાં બે કોંગ્રેસના અને એક અપક્ષ ઉમેદવાર હતાં. જોકે, આ ઘટના બાદ પણ હવે યેદિયુરપ્પા રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. યેદિયુરપ્પાને બહુમતિ સાબિત કરવા માટે 7 દિવસનો સમય મળશે.
બીજેપી સાંસદ શોભાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે બીજેપી પ્રમુખ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.Under the instructions of Sri @AmitShah Ji & Sri @JPNadda Ji, Sri @BSYBJP ji will take oath as CM of Karnataka today at 6:00 PM.
A new dawn for Karnataka. Congratulations to all the karyakartas & supporters who made this possible. pic.twitter.com/Te5gXG8uqz — Shobha Karandlaje (@ShobhaBJP) July 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement