(Source: ECI/ABP News/ABP Majha)
યેદિયુરપ્પાનું રાજીનામું: કર્ણાટકને ટૂંક સમયમાં મળશે નવા CM, જાણો મુખ્યમંત્રીની રેસમાં કોણ છે આગળ ?
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાશે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. મોડી સાંજ સુધી નવા મુખ્યમંત્રીનું નામ કેંદ્રીય નેતૃત્વ નક્કી કરી શકે છે. યેદિયુરપ્પાએ એક કાર્યક્રમમાં ભાવુક ભાષણ દરમિયાન પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી.
17 જૂલાઈએ તેઓ રાજીનામું આપવાના સંકેટત આપી ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના મનમાં મારા પ્રત્યે ખૂબ જ સન્માન અને પ્રેમ છે. ભાજપની નીતિ સાફ છે કે કોઈને પણ 75 પાર થયા બાદ તેમના માટે કોઈ પદ નથી. મારા માટે તેમણે મારા કામની પ્રસંશા કરી અને મને 78-79 વર્ષની ઉંમર સુધી કામ કરવા આપ્યું. મારી ઈચ્છા રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનું અને પાર્ટીને સરકારમાં પરત લાવવાની છે.
એકબાજુ બીએસ યેદુરપ્પાની સરકારને રાજ્યમાં બે વર્ષ પૂર્ણ થતાં જશ્ન મનાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ તેમના પદથી રાજીનામુ આપી દીધું છે.કર્ણાટકના નેતૃત્વ પરિવર્તનને લઇને લાંબા સમયથી અટકળો સેવાઇ રહી હતી.
બીએસ યેદુરપ્પાના રાજીનામાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું જો કે, હાલ તેમની ઉંમરને જ મોટું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. બીએસ યેદુરપ્પાની ઉંમર 78 વર્ષની છે. પાર્ટી બીજી વ્યક્તિને મુખ્યમંત્રી પદની કમાન સોંપવા માંગે છે.
મારે અનેક વખત અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડ્યું-બીએસ યેદુરપ્પા
રાજીનામા બાદ મીડિયા સાથે વાત કરતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે, ‘મારે અનેક વખત અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. જો કે તેમછતાં પણ મેં કામ કર્યું. મને નથી ખબર કે સરકારી અધિકારી અને મુખ્ય સચિવનો કેવી રીતે આભાર વ્યક્ત કરું, બધાએ સખત મહેનત કરી અને મારા પર ભરોસો મૂક્યો. આ કારણોસર જ કર્ણાટકે વિકાસ જોયો છે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં કોણ ?
લક્ષ્મણ સવદી, ડેપ્યુટી સીએમ
બસવરાજ બોમ્મઈ
મુર્ગેશ નીરાણી
વસવ ગૌડા એતનાલ
અશ્વત નારાયણ
વિશ્વેશ્વર હેગડે
પ્રહલાદ જોશી
લક્ષ્મણ સવદી- યેદિયુરપ્પાની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન, ત્રણ વખતના ધારાસભ્ય, બે વખતના મંત્રી, હાલમાં એમએલસી, 2019 માં મુખ્યંત્રી બનાવાયા, મોટો લિંગાયત ચહેરો.
બસવરાજ બોમ્મઇ - ગૃહ રાજ્યમંત્રી છે. લિંગાયત ચહેરો. તે પૂર્વ સીએમ એસઆર બોમ્મઇના પુત્ર છે. જનતા દળ યુનાઇટેડમાંથી ભાજપમાં જોડાયા અને બે વાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. તે વર્ષ 2008 થી સીગ્ગોનથી ધારાસભ્ય છે. તેઓ બીજી વખત ભાજપ સરકારમાં મંત્રી બન્યા છે.
મુર્ગેશ નિરાણી- બિલગી વિધાનસભાથી ત્રણ વખતના ધારાસભ્ય, કર્ણાટક સરકારમાં ખાણ અને ભૂસ્તર પ્રધાન છે. 2014 માં મેક ઇન ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો.
વસવ ગૌડા એતનાલ - તેજતર્રાર લિંગાયત નેતા, 2002 થી 2003 સુધી વાજપેયી સરકારમાં કાપડ રાજ્યમંત્રી હતા અને 2003 થી 2004 સુધી રેલવે રાજ્યમંત્રી હતા 2018 થી વિજયપુરથી ધારાસભ્ય છે. તેઓ બીજપુર લોકસભા મત વિસ્તારમાંથી બે વાર સંસદ સભ્ય અને એક વખત વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે.
અશ્વત નારાયણ - વોકાલિગ્ગા ચહેરો, હાલમાં નાયબ મુખ્ય પ્રધાન છે. તે ચાર વખત બેંગ્લોર મલ્લેશ્વરમથી ધારાસભ્ય છે. સદાનંદ ગૌડા પછી ભાજપમાં સૌથી મોટો વોકાલિગ્ગા ચહેરો.
વિશ્વેશ્વર હેગડે - વિધાનસભા અધ્યક્ષ.
પ્રહલાદ જોશી - ધારવાડથી સાંસદ, કેંદ્રમાં સંસદીય બાબતોના મંત્રી. પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને 2019 ની લોકસભાની ચૂંટણી બાદ કર્ણાટકમાં મોટી જીતનું ઈનામ મળ્યું અને કેન્દ્રમાં પ્રધાન બનાવાયા. બ્રાહ્મણ ચહેરો છે, ગેર લિંગાયત ચહેરો.