Karnataka: યેદિયુરપ્પાના દિકરાને બનાવાયા કર્ણાટક ભાજપના અધ્યક્ષ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર BY વિજયેન્દ્રને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Karnataka BJP President BY Vijayendra: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર BY વિજયેન્દ્રને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભાજપના નેતા નલિન કુમાર કટીલનું સ્થાન લીધું છે. 2020 માં વિજયેન્દ્રને ભાજપના કર્ણાટક એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિજયેન્દ્ર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાાના દિકરા છે.
ಬಿಜೆಪಿ ಕರ್ನಾಟಕ ಘಟಕದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿ ನೇಮಕಗೊಂಡಿರುವ ಶ್ರೀ @BYVijayendra ಅಣ್ಣನಿಗೆ ಹಾರ್ದಿಕ ಅಭಿನಂದನೆಗಳು.
— Tejasvi Surya (@Tejasvi_Surya) November 10, 2023
ಅವರ ಸಂಘಟನಾ ಚಾತುರ್ಯ & ನೇತೃತ್ವದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಪಕ್ಷವು ಇನ್ನಷ್ಟು ಬಲಗೊಳ್ಳುವ ಮೂಲಕ ರಾಜ್ಯದ ಜನತೆಯ ಆಶೋತ್ತರಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಲಿರುವುದು ನಿಸ್ಸಂಶಯ.@BJP4Karnataka pic.twitter.com/4lACLK2ydU
શુક્રવારે (10 નવેમ્બર) બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાને કર્ણાટક બીજેપી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
વિજયેન્દ્રને યેદિયુરપ્પાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે
47 વર્ષીય BY વિજયેન્દ્રને તેમના પિતા બીએસ યેદિયુરપ્પાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. વિજયેન્દ્રને ભાજપમાં એક કુશળ સંગઠનાત્મક નેતા તરીકે પણ જોવામાં આવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકથી મહિનાઓની અટકળોનો અંત આવ્યો હતો.
તેજસ્વી સૂર્યાએ અભિનંદન પાઠવ્યા હતા
બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેંગલુરુ દક્ષિણ લોકસભાના સાંસદ તેજસ્વી સૂર્યાએ વિજયેન્દ્રને કર્ણાટકના અધ્યક્ષ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સૂર્યેા X પર લખ્યું તેમના સંગઠન કૌશલ્ય અને નેતૃત્વમાં ભાજપ વધુ મજબૂત બનશે અને રાજ્યની જનતાની આકાંક્ષાઓને અવાજ આપશે તે નિશ્ચિત છે.
ಕರ್ನಾಟಕ ಬಿಜೆಪಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿ ನೇಮಕಗೊಂಡ ಶಿಕಾರಿಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಾದ ಶ್ರೀ @BYVijayendra ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು.
— BJP Karnataka (@BJP4Karnataka) November 10, 2023
ತಮ್ಮ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪಕ್ಷವು ಮತ್ತಷ್ಟು ಸಂಘಟಿತವಾಗಿ ಬಲಿಷ್ಠಗೊಳ್ಳಲಿದೆ.#BJP4Karnataka pic.twitter.com/Vcq7du9bkQ
કર્ણાટક ભાજપે શું કહ્યું ?
કર્ણાટક ભાજપ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમના નેતૃત્વમાં પાર્ટી રાજ્યમાં વધુ સંગઠિત અને મજબૂત બનશે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાને કર્ણાટક ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
Senior BJP leader BS Yediyurappa's son and party MLA BY Vijayendra appointed as Karnataka BJP president pic.twitter.com/GVetBoAUVm
— ANI (@ANI) November 10, 2023