શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાનની ફાયરિંગમાં એક જવાન શહીદ, ચાર નાગરિકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હીઃ પાકિસ્તાન સતત સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાને ગુરુવાર રાત્રે જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં સરહદ પર કરેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે ચાર નાગરિક ઘાયલ થયા હતા. પાકિસ્તાન મોર્ટારથી બીએસએફ પોસ્ટ અને સિવિલિયન વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. અરનિયામાં લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે. જમ્મુ કાશ્મીરના અર્ની, બિશ્નાહ અને આરએસ વિસ્તારમાં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ બાંદીપોરાના હાજીનમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ સૈન્ય ટૂકડી પર હુમલો કર્યો હતો.
વધુ વાંચો





















