By election Live Updates: UP- બિહારમાં પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન, તેલંગણામાં 11 ટકાથી વધુ મતદાન
છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે

Background
છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને પ્રાદેશિક પક્ષો વચ્ચે મુકાબલો છે. હરિયાણાનો આદમપુર વિધાનસભા મતવિસ્તાર પાંચ દાયકાથી ભજનલાલ પરિવારનો ગઢ રહ્યો છે અને તે તેને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
નીતીશ કુમારના નેતૃત્વમાં 'મહાગઠબંધન' સરકારની રચના પછી બિહારમાં આ પ્રથમ ચૂંટણી પરીક્ષા છે. જેડીયુએ ભાજપ છોડ્યાના ત્રણ મહિનાથી ઓછા સમયમાં બિહારમાં પ્રથમ પેટાચૂંટણી યોજાઈ રહી છે.
ભાજપ ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકર્ણનાથ બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) શાસિત ઓડિશામાં વર્તમાન ધારાસભ્યના મૃત્યુથી ખાલી થયેલી ધામનગર બેઠક પર સહાનુભૂતિનો લાભ લેવા દિવંગત ધારાસભ્યના પુત્રને મેદાનમાં ઉતાર્યો છે.
આ નેતાઓએ તેલંગાણામાં મતદાન કર્યું હતું
તેલંગાણાની મુનુગોડે સીટ પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અહીં ટીઆરએસના ઉમેદવાર કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી, બીજેપીના ઉમેદવાર રાજ ગોપાલ રેડ્ડી અને કોંગ્રેસના ઉમેદવાર પલવઈ શ્રીવંતીએ મતદાન કર્યું.
Telangana | TRS candidate Kusukuntla Prabhakar Reddy (in pic 1), BJP candidate Komatireddy Raj Gopal Reddy (in pic 2) and Congress candidate Palvai Sravanthi (pic 3) cast their votes for #MunugoduBypoll
— ANI (@ANI) November 3, 2022
(Pic 1 source: TRS party) pic.twitter.com/vY9hVT3p8E
બિહાર: પ્રથમ 2 કલાકમાં 10 ટકા મતદાન
બિહારની બે વિધાનસભા સીટો મોકામા અને ગોપાલગંજ પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનના પ્રથમ બે કલાકમાં લગભગ 10 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બિહાર ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ બે કલાકમાં 10.38 ટકા મતદારોએ મત આપ્યો હતો. સવારે 9 વાગ્યા સુધી ગોપાલગંજમાં 9.37 ટકા અને મોકામામાં 11.57 ટકા મતદાન નોંધાયું છે.





















