શોધખોળ કરો
Advertisement
કુપવાડામાં પકડાયેલા આંતકીએ કબૂલ્યું, ‘મને લશ્કરે મોકલ્યો છે, હું પાકિસ્તાની છું’
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પકડાયેલા આતંકીએ પાકિસ્તાનની કરતૂતોની પોલ ખોલી દીધી છે. તેના સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, તે પાકિસ્તાનનો વતની છે અને તેને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મોકલ્યો છે.
સૂત્રોનું માનીએ તો પકડાયેલ આતંકીનું નામ બહાદૂર અલી છે અને તે પાકિસ્તાનના લાહોર જિલ્લાના રાયવિંડ શહેરનો રહેવાસી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, એનઆઈએ તેની સાથે દિલ્હીમાં તપાસ કાર્યવાહી કરી રહી છે.
તેને જણાવ્યું કે, તેને મુઝફ્ફરાબાદમાં નવ મહિના સુધી આતંકની શિક્ષા આપવામાં આવી હતી. પાકિસ્તાન સેનાએ તેને પ્રશિક્ષિણ આપ્યું હતું. કેંદ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, એવા ઘણા પ્રમાણ મળ્યા છે. જેનાથી એ વાતનો સંકેત મળે છે કે જમ્મુ અને કાશ્મીરની સાથે ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની મુખ્ય ભૂમિકા છે.
તેમને કહ્યું કે, હવે જે આતંકવાદીઓ પકડાઈ રહ્યા છે તે એ વાતને કબૂલી રહ્યા છે કે તેમને આઈએસઆઈ તેમને મોકલે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement