શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુરૂગ્રામમાં મહિલા ટોલ કર્મચારીને કાર ચાલકે માર્યો માર, CCTVમાં કેદ થઈ ઘટના
હરિયાણાના ગુરૂગ્રામમાં એક મહિલા ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના સામે આવી છે. એક કાર ચાલક ટોલ ભર્યા વગર કાર પસાર કરી રહ્યો હતો ત્યારે મહિલા કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે મહિલા સાથે મારપીટ કરી હતી.
ગુરૂગ્રામ: હરિયાણાના ગુરૂગ્રામમાં એક મહિલા ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના સામે આવી છે. એક કાર ચાલક ટોલ ભર્યા વગર કાર પસાર કરી રહ્યો હતો ત્યારે મહિલા કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે મહિલા સાથે મારપીટ કરી હતી. આ મામલે આરોપી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
ગુરૂવારે સવારે એક એસયૂવી કાર ગુરૂગ્રામના માનસેર તરફ જઈ રહી હતી. ટોલ લેન 27 પર હાજ મહિલા કર્મચારીએ જ્યારે કાર ચાલક પાસે ટોલ ટેક્સ માંગ્યો તો કાર ચાલકે ખરાબ વ્યવહાર કર્યો હતો. બાદમાં કાર ચાલકે મહિલા કર્મચારીને માર માર્યો હતો. કાર ચાલકે મહિલા કર્મચારીને મોઢા પર માર મારતા નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ. મહિલા સાથે મારપીટ કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.#WATCH Kherki Daula Toll Plaza employee hit by a car driver early morning today; case registered, accused absconding #Gurugram pic.twitter.com/AwdXxxOFNn
— ANI (@ANI) June 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion