શોધખોળ કરો

Upendra Dwivedi: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હશે નવા સેના પ્રમુખ, 30 જૂનથી શરૂ થશે કાર્યકાળ  

કેન્દ્ર સરકારે મંગળવારે (11 જૂન) ના રોજ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.

Upendra Dwivedi: કેન્દ્ર સરકારે મંગળવારે (11 જૂન) ના રોજ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદી અગાઉ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કાર્યકાળ 30 જૂન 2024થી શરૂ થશે.

એક નિવેદન અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂને ચાર્જ સંભાળશે, જ્યારે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડે એ જ દિવસે પોતાનું પદ છોડી દેશે. 1 જુલાઈ, 1964ના રોજ જન્મેલા ઉપેન્દ્ર દ્વિવેદીને ડિસેમ્બર 1984માં આર્મીની ઈન્ફેન્ટ્રી (જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ)માં કમીશન આપવામાં આવ્યું હતું.

ઉપેન્દ્ર દ્વિવેદીને આ પોસ્ટ પર મુકવામાં આવ્યા હતા 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "લગભગ 40 વર્ષની તેમની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ, સૂચનાત્મક અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની કમાન્ડ નિમણૂંકોમાં રેજિમેન્ટ (18 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ), બ્રિગેડ (26 સેક્ટર આસામ રાઇફલ્સ), ડીઆઈજી, આસામ રાઈફલ્સ (પૂર્વ) અને 9 કોર કમાન્ડ સામેલ છે."

ઉપેન્દ્ર દ્વિવેદીનું શિક્ષણ 

ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ, રીવામાંથી મેળવ્યું હતું. આ પછી તેમણે નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજમાંથી શિક્ષણ લીધું. તેમણે DSSC વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ મહુમાંથી અભ્યાસક્રમો પણ કર્યા છે. દ્વિવેદીને USAWC, Carlisle, USA ખાતે પ્રતિષ્ઠિત NDC સમકક્ષ અભ્યાસક્રમમાં 'વિશિષ્ટ ફેલો'થી નવાજવામાં આવ્યા હતા. તેમણે સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફિલ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

મનોજ પાંડેને સર્વિસમાં એક્સટેન્શન મળ્યું છે

તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આઉટગોઇંગ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની સેવામાં વધારો કર્યો હતો. તેમની સર્વિસ એક મહિના માટે લંબાવવામાં આવી હતી. જનરલ મનોજ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સેના પ્રમુખનો કાર્યકાળ 62 વર્ષની ઉંમર સુધી અથવા ત્રણ વર્ષ પહેલાનો હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget