શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન JKLF પર લગાવ્યો પ્રતિબંધ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના અલગાવવાદીઓ પર મોદી સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ઉપર આતંક વિરોધી કાનૂન પ્રમાણે પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્રનો આ નિર્ણય અલગાવવાદીઓ ઉપર મોટી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગાવવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે.
કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેંદ્ર સરકારે આજે ગેરકાનૂની ગતિવિધિ અધિનયમ 1967 મુજબ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટને ગેરકાનૂની એસોશિએશન જાહેર કર્યું છે. આ પગલા સરકાર તરફથી આતંકવાદ સામે જીરો ટોલરેન્સની નીતિ મુજબ ઉઠાવવામાં આવ્યા છે.Central government bans Separatist Yasin Malik led Jammu Kashmir Liberation Front. pic.twitter.com/W9R2NrdOFj
— ANI (@ANI) March 22, 2019
જેકેએલએફ ઉપર આતંકી ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ લાગતો રહ્યો છે. ઇડી પણ આ મામલે છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં છાપેમારી કરી રહ્યું છે. જેમા યાસીન મલિકના સ્થળો ઉપર પણ છાપેમારી કરી હતી. યાસીન મલિકની ગણતરી એ અલગાવવાદી નેતાઓમાં થાય છે, જે કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. તે કાશ્મીર ખીણમાં તિરંગા વિરૂદ્ધ અભિયાન ચલાવે છે.Union Home Secretary Rajiv Gauba: Central govt has today declared Jammu Kashmir Liberation Front (Yasin Malik faction) as unlawful association under Unlawful Activities (Prevention) Act, 1967. This is in accordance with policy of zero tolerance against terrorism followed by govt. pic.twitter.com/AmibBNpEQg
— ANI (@ANI) March 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement