શોધખોળ કરો
Advertisement
બંગાળ પહોંચેલી કેન્દ્રીય ટીમનો મોટો આરોપ, PPE કિટ નથી આપી રહી છે મમતા સરકાર
કેન્દ્રીય ટીમે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર સહયોગ નથી કરી રહી, રાજ્ય તેમને અને સ્વાસ્થ્ય કર્મીઓને હૉસ્પીટલોની મુલાકાત દરમિયાન ઉચિત માત્રામાં પીપીઇ કિટ નથી આપી રહી
કોલકત્તાઃ કોરોના વાયરસ મહામારીની મુશ્કેલ સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે વચ્ચે તનાણની સ્થિતિ પેદા થઇ હોય એવુ લાગી રહ્યું છે. કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની મમતા સરકાર વચ્ચે વિવાદ થયો છે. કોરોના સામે લડવા માટે રાજ્યની મદદ કરવા માટે કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલી ટીમે મમતા સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.
કેન્દ્રીય ટીમે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર સહયોગ નથી કરી રહી, રાજ્ય તેમને અને સ્વાસ્થ્ય કર્મીઓને હૉસ્પીટલોની મુલાકાત દરમિયાન ઉચિત માત્રામાં પીપીઇ કિટ નથી આપી રહી.
ટીમે એ પણ કહ્યું કે ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી ટેસ્ટિંગ માટે દર્દીઓને એ રીતે લઇ જવાયા રહ્યાં છે કે તેમને સંક્રમણનો ખતરો બહુજ વધી શકે છે.
આ કડીમાં હવે કેન્દ્રીય ટીમે રાજ્ય સરકાર પાસે કેટલીક માહિતી પણ માગી છે. કેન્દ્રીય ટીમે પશ્ચિમ બંગાળ સરકાર પાસે નિઝામુદ્દીન મરકજમાં ભાગ લેનારા રાજ્યમાં પરત આવેલા લોકોની માહિતી માંગી છે. સાથે કેન્દ્રને જે લિસ્ટ આપ્યુ છે તેમના કૉન્ટેક્ટ ટ્રેસિંગ વિશે શું પ્રક્રિયા અપનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેન્દ્રીય ટીમ કોરોના સામે લડવા માટેની તૈયારીઓ પર કુલ 37 સવાલો પુછ્યા હતા, આ પહેલા ટીમએ દાર્જલિંગમાં પોલીસ કમિશનર સાથે મુલાકાત નહીં કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement