શોધખોળ કરો
Advertisement
સોશિયલ મીડિયા માટે સરકારે બહાર પાડી માર્ગદર્શિકા, આપત્તિજનક સામગ્રી અને હિંસા મંજૂરી નથી
રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે જોયું છે કે હવે લોકો હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નિયમોમાં ફેરફરા અને ઇન્ટરમીડિયરી જવાબદારી પર નવી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. સાથે જ સરકારકે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ મામલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે સરકાર સોશિયલ મીડિયા પર આપત્તિજનક સમાગ્રીને મંજૂરી નહીં આપે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે જોયું છે કે હવે લોકો હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ક હ્યું કે, હવે સોશિયલ મીડિયાનું ત્રણ સ્તર પર ધ્યાન રાખવામાં આવશે. કંપનીઓએ ચીફ કમ્પલાયન્સ ઓફિસની નિમણૂક કરવી પડશે જે ફરિયાદનું સમાધાન કરશે. કંપનીઓએ મહિલાઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ 24 કલાકની અંદર હટાવવી પડશે. કંપનીઓએ નિયમોનું પાલન કરવા પર દર મહિને સરકારને રિપોર્ટ આપવો પડશે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, જે પહેલા આપત્તિજનક પોસ્ટ મુકે, તેના વિશે સરકારને કહેવું પડશે. ત્રણ મહિનાની અંદર નિયમોનું પાલન કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement