શોધખોળ કરો
Advertisement
ફાંસીની સજા પામેલા દોષિતોને સાત દિવસની અંદર મોતની સજા અપાય, સુપ્રીમ કોર્ટમાં સરકારે કરી અપીલ
2012ના નિર્ભયા ગેંગ રેપ અને હત્યાના ચાર દોષિતોની ફાંસીની સજા ઘણા દિવસથી પેન્ડિગ છે. રિવ્યૂ, ક્યૂરેટિવ અને દયા અરજીમાં લાંબો સમય લાગ્યો છે.
નવી દિલ્હીઃ નિર્ભયા કેસમા દોષિતોને ફાંસીમાં થઇ રહેલી વિલંબ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ફાંસીની સજા માટે સાત દિવસની સમયસીમા નક્કી કરવી માંગ કરી છે. સરકાર ઇચ્છે છે કે ફાંસીની સજા મેળવેલા દોષિતોને સાત દિવસની અંદર ફાંસી આપી દેવામાં આવે. ગૃહ મંત્રાલયની આ અરજી એટલા માટે મહત્વપૂર્ણ છે કે 2012ના નિર્ભયા ગેંગ રેપ અને હત્યાના ચાર દોષિતોની ફાંસીની સજા ઘણા દિવસથી પેન્ડિગ છે. રિવ્યૂ, ક્યૂરેટિવ અને દયા અરજીમાં લાંબો સમય લાગ્યો છે.
ગૃહમંત્રાલયે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે રિવ્યૂ પિટિશન ફગાવ્યા બાદ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે સમયસીમા નક્કી થાય. સરકારે કહ્યું કે, જો દોષિત દયા અરજી કરવા માંગે છે તો સક્ષમ કોર્ટ દ્ધારા ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસની અંદર કરવામાં આવે. તમામ અદાલતો, રાજ્ય સરકારો, જેલ વહીવટીતંત્રને નિર્દેશિત કરવામાં આવે કે દયા અરજી ફગાવ્યા બાદ સાત દિવસની અંદર ડેથ વોરંટ જાહેર કરવામાં આવે અને તેના સાત દિવસ બાદ તેને ફાંસી આપવામાં આવે. પછી ભલે તેના સાથી દોષિતોની રિવ્યૂ પિટિશન, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી કોઇ પણ તબક્કામાં હોય.
સુપ્રીમ કોર્ટે 20 જાન્યુઆરીએ નિર્ભયા કેસના દોષિતની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે તે ઘટના સમયે સગીર હતો. અરજી મારફતે તેણે દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બોલિવૂડ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion