શોધખોળ કરો
Advertisement
મોદી સામે ‘રાવણ’ લડશે ચૂંટણી, પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ એલાન
મેરઠઃ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી લોકસભા ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધીએ બુધવારે ચંદ્રશેખર ઉર્ફે રાવણની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ચંદ્રશેખરની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ધરપકડ કરાઈ છે. તેની તબિયત ખરાબ થતાં તેને મેરઠ મોકલાયો હતો. પ્રિયંકાએ કહ્યું કે ચંદ્રશેખરનો જોશ તેમને પસંદ છે. રાવણે કહ્યું કે તેઓ મોદી સામે ચૂંટણી લડવા માગે છે. બસપા પણ તેમને સાથ આપશે.
મંગળવારે પોલીસે દેવબંદમાં તેની પદયાત્રા રોકી હતી. તબીયત બગડવા પર તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી અને ચંદ્રશેખર બન્નેએ મુલાકાતને બિન રાજકીય ગણાવી હતી. ચંદ્રશેખર અનુસાર પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં તેમના હાલચાલ વિશે પૂછવા ગયા હતા. મુલાકાત બાદ ચંદ્રશેખરે કહ્યું હતું કે, પોતાના સંગઠનના કોઈ મજબૂત ઉમેદવારને ઉતારવાનો પ્રયત્ન કરશે અને જો ઉમેદવાર નહીં મળે તો તે ખુદ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે.Meerut: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra meets Bhim Army chief Chandrashekhar who is undergoing treatment at a hospital. pic.twitter.com/e4QPUJolzW
— ANI UP (@ANINewsUP) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement