Maharashtra Politics: નિતિન ગડકરીની નજીકના નેતાને બનાવાયા મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ, આશીષ શેલારને મુંબઈની જવાબદારી
ચંદ્રશેખર બાવનકુલે(Chandrashekhar Bawankule) ને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ બનાવાયા છે. તેઓ નાગપુર ભાજપના નેતા છે.
Maharashtra New BJP Chief: ચંદ્રશેખર બાવનકુલે(Chandrashekhar Bawankule) ને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ બનાવાયા છે. તેઓ નાગપુર ભાજપના નેતા છે. ચંદ્રશેખર બાવનકુલેને નિતિન ગડકરીની નજીકના નેતા માનવામાં આવે છે. વિધાનસ પરિષદમાં ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ધારાસભ્ય આશીષ શેલાર (Ashish Shelar) ને મુંબઈ ભઆજપના અધ્યક્ષ બનાવાયા છે. બાવનકુલે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આશીષ શેલાર વાંદ્રા વેસ્ટથી ભાજપના ધારાસભ્ય છે. . આ સાથે જ તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ચીફ વ્હિપ છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री चन्द्रशेखर बावनकुले, सदस्य विधान परिषद को भारतीय जनता पार्टी महाराष्ट्र का प्रदेश अध्यक्ष और श्री आशीष शेलार, विधायक को मुम्बई महानगर भारतीय जनता पार्टी का अध्यक्ष नियुक्त किया है। pic.twitter.com/AXLSVc1q0o
— BJP (@BJP4India) August 12, 2022
નિમણૂક તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે- પક્ષ
પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ચંદ્રશેખર બાવનકુલે સભ્ય વિધાન પરિષદને ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઈ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશિષ શેલારને અધ્યક્ષ બનાવાયા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે."
આ પહેલા કોણ જવાબદારી નિભાવતું હતું?
આ અગાઉ ચંદ્રકાંત પાટીલ ભાજપના અધ્યક્ષ હતા. તાજેતરમાં મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચંદ્રકાંત પાટીલ બીજી વખત રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. અત્યાર સુધી મંગલપ્રભાત લોઢા મુંબઈના બીજેપી અધ્યક્ષ હતા. તેમને કેબિનેટ વિસ્તરણમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા બાદ નવા પ્રમુખોના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને હવે તેમના નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2020માં ચંદ્રકાંત પાટીલ અને મંગલ પ્રભાત લોઢાની નિમણૂક કરવામાં આવી હતી.